Charchapatra

સુરત શહેરનું વહીવટ દષ્ટિએ વિભાજન જરૂરી

સુરત શહેરની વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી છે. સુરત શહેરમાં મૂળ સુરતીઓ લઘુમતીમાં છે અને દેશ, વિદેશના લોકો વસવાટ કરે છે. સુરતીઓની ઓળખ લુપ્ત થવાને આરે છે. સુરત શહેરની વસ્તી આશરે ૮૬લાખ જેટલી થઈ ગઈ છે. ત્યારે લોકોને સારી સુવિધાઓ પુરી પાડવા માટે વહીવટી દષ્ટિએ સુરતનું વિભાજન જરૂરી છે. વરાછા અને કતારગામનો વિસ્તાર એટલો વધી ગયો છે કે લોકોને સરકારી કામ માટે નાનપુરા વિસ્તારમાં આવવું પડે છે. તે જ પ્રમાણે ઉધના, લીંબાયત વિસ્તારના લોકોને નાનપુરા ખાતે આવવું પડે છે.

જે આર્થિક દષ્ટિએ પરવડે તેમ નથી. વિધાનસભા બેઠકો વધારવામાં આવી છે. શહેરના હિતમાં ભવિષ્યની જરરિયાતોનો નજઅંદાજ કરી જરૂરી આયોજન કરવાની જરૂર છે એવું નથી લાગતુ? અમદાવાદ શહેરમાં પણ વહીવટી દષ્ટિએ જરૂરી સેવાઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. પાસપોર્ટ અને આરટીઓ કચેરી. શહેરનો વિકાસ થાય તેમ ગુનાખોરી, છેતરપિંડી, સાયબર ક્રાઇમમાં પણ વધારો જોવા મળે છે. જેથી તમામ પાસાનો તળપ્રશી અભ્યાસ કરી તાકીદે સુરતના વિભાજન માટે આયોજન કરવાની જરૂર છે એવુ નથી લાગતું?
સુરત     – ચંદ્રકાંત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top