સુરત: અડાજણમાં (Adajan) રહેતો કાપડ વેપારી (cloth Merchant) તેની માતાની માનતા પુરી કરવા પરિવાર સાથે વીરપુર (Virpur) ગયો હતો. ત્યારે તેમના બંધ મકાનમાંથી તસ્કરોએ 1.62 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં (police) નોંધાઈ હતી. અડાજણ ખાતે સાંઈ રચના રો હાઉસમાં રહેતા 36 વર્ષીય પ્રકાશ હિંમતભાઈ વિઠ્ઠલાણી મૂળ અમરેલી લીલીયાના વતની છે. તેઓ રિંગ રોડ મહાવીર માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તેમની માતાની વીરપુર ખાતે જવાની માનતા હતા. જેથી 25 તારીખે વહેલી સવારે તેઓ માતા-પિતા અને પત્ની સહિત પરિવાર સાથે વીરપુર ગયા હતા.
1.62 લાખના દાગીના ચોરી થયા હતા
27 તારીખે સવારે કોડીનારમાં હતા ત્યારે તેમના મકાનની ઉપર રહેતા ચંપકભાઈએ પ્રકાશભાઈની પત્નીને ફોન કરીને તેમના ઘરના દરવાજાના નકુચા તુટેલી હાલતમાં તથા ઘરની લાઈટ ચાલુ હોવાનું કહ્યું હતું. જેથી પ્રકાશભાઈએ તેમની બહેન અને બનેવીને જાણ કરતા તેઓ ઘરે પહોંચી ગયા હતા. ઘરે આવીને જોતા નકુચો તુટેલો હતો. અને કબાટના દરવાજા પણ તુટેલા હતા. જેથી રાત્રે પ્રકાશભાઈ પરિવાર સાથે ઘરે આવી પહોંચ્યા હતા. તેમને આવીને જોતા ઘરમાંથી સોનાની બંગજી, લંગડી, વીટી અને મંગળસૂત્ર મળી સોનાના 1.62 લાખના દાગીના ચોરી થયા હતા. અડાજણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.