Entertainment

ફિલ્મ ‘આદિપુરૂષ’ ની ટિકિટ બુકિંગ સાઈટ થવા લાગી ક્રેશ, ટિકિટના ભાવ વધ્યા

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas), કૃતિ સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush) 16 જૂને રિલીઝ થઈ રહી છે. ઓમ રાઉત પોતાની ફિલ્મને જે હાઈપ આપવા ઈચ્છતા હતા, તેમાં તેઓ સફળ થઈ ગયા છે. ફિલ્મ ‘આદિપુરુષ’નો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે.

ફિલ્મ રિલીઝ થવામાં જ્યારે માત્ર એક દિવસ બચ્યો છે, ત્યારે પ્રભાસની માયથોલોજિકલ ડ્રામા માટે પ્રેક્ષકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટિકિટનું પ્રી-બુકિંગ (Pre-Booking Ticket Price) કરોડોના આંકડાને સ્પર્શી ગયું છે. દેશના અનેક મોટા મલ્ટીપ્લેક્સમાં તો ‘આદિપુરૂષ’ના ટિકિટ રેટ આસમાને પહોંચી ગયા છે. તો બીજી બાજુ, ટિકિટને લઈને એટલી મારામારી થઈ રહી છે કે બુકિંગ માટેની અનેક સાઈટ ક્રેશ થવાના સમાચાર મળ્યા છે.

ફિલ્મ સતત લોકોમાં ટોકિંગ પોઈન્ટ છે. આ જ કારણ છે કે, ફિલ્મના રિલીઝને લઈને પ્રેક્ષકોમાં હાઈપ ક્રિએટ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ફિલ્મને જોવાની ઈચ્છા રાખી રહ્યા છે. ફિલ્મના ટિકિટ બુકિંગના આંકડા સતત વધી રહ્યા છે અને મોટા શહેરોના મહત્તમ થિયેટરોમાં બુકિંગ ફૂલ થઈ ગઈ છે.

આંધ્ર પ્રદેશ સરકારે ટિકિટના ભાવ વધારવા સંદર્ભે નોટિસ જાહેર કરી
અનેક મલ્ટીપ્લેક્સમાં ટિકિટની રકમ પોતાની મનમાની કરીને વધારતાં જોવા મળી રહ્યા છે. જે સંદર્ભમાં આંધ્ર પ્રદેશ સરકારે એક નોટિસ જાહેર કરી છે. જે અનુસાર ફિલ્મ રિલીઝ થશે તે દિવસ સુધી માત્ર 50 રૂપિયા ટિકિટ પર વધારી શકાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી એનસીઆરમાં ફિલ્મના સૌથી વધુ ટિકિટ વેચાયા છે. બુક માય શો અનુસાર, પીવીઆર ડાયરેક્ટર્સ કટ, એમ્બિઅન્સ મોલમાં 2200 રૂપિયામાં ટિકિટ વેચાયા છે. તેમજ 2ડી હિન્દીના દિલ્હી પીવીઆર: વેગાસ લક્સ, દ્વારકામાં ટિકિટ 2000 રૂપિયામાં વેચાયા છે. દિલ્હીમાં સવારના શોના ટિકિટ અંદાજે 700 રૂપિયામાં વેચાયા છે. બીજી બાજુ, હૈદરાબાદ સિલ્વરથી લઈને પ્લેટિનમ સુધીના ટિકિટના ભાવની વાત કરવામાં આવે તો, તે 250 થી 400 રૂપિયા સુધીના છે. તેમજ, અન્ય મેટ્રો સિટીની વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ પર 400 રૂપિયાની અંદર ટિકિટ વેચાઈ રહ્યા છે. તેમજ, રેકલાઈનર માટે કેટલીક જગ્યાઓ પર 600 રૂપિયાનું ટિકિટ છે.

ભારતીય દર્શકોમાં પહેલાંથી જ પૌરાણિક ફિલ્મોને લઈને ક્રેઝ
વર્તમાન સમયમાં પૌરાણિક વિષયો પર ફિલ્મ બનાવવાનું ભલે ઘટી ગયું છે, પરંતુ રામાયણ પર ફિલ્મ બનાવવાની ફોર્મ્યુલા હંમેશા સુપરહિટ સાબિત થઈ છે. આ જ કારણે હિન્દી સિનેમાના 111 વર્ષના ઈતિહાસમાં રામાયણ પણ અત્યાર સુધી 48 ફિલ્મો અને 18 ટીવી શો બની ચૂક્યા છે અને મોટાભાગની ફિલ્મોએ બોક્સ પર સારી કમાણી કરી છે.  

Most Popular

To Top