National

આદિપુરુષનાં વિવાદ વચ્ચે ડાયરેકટર અને ડાયલોગ રાઈટર વચ્ચે અનબન!

મુંબઈ: ફિલ્મ આદિપુરુષ (Adipurush) હાલ ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓેફિસ (Box Office) પર ધમાલ મચાવી રહી છે. પ્રથમ દિવસે જ આ ફિલ્મે 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે બીજી તરફ આ ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મ પર બેન મૂકવાની માગ પણ કરવામાં આવી છે. આ વચ્ચે ડાયલોગ રાઈટર (Dialogue writer) મનોજ મુન્તશીર અને ફિલ્મના ડાયરેકટર ઓમ રાઉત વચ્ચે અનબન હોય તેવું સામે આવ્યું છે.

ડાયલોગ રાઈટર મનોજ મુન્તશીર આદિપુરુષમાં તેમણે લખેલા ખરાબ ડાયલોગના કારણે ચર્ચામાં છે. મનોજે કહ્યું મેં એવાં જ ડાયલોગ લખ્યાં છે જેવા મને ડાયકેરટર ઓમ રાઉતે લખવા કહ્યું હતું. આ માટે સવાલો તેમના ઉપર થવા જોઈએ. ઉપરાંત મનોજ મુન્તશીરે કહ્યું કે ફિલ્મ બનાવવું ટીમ વર્ક છે. મેં ઓમ રાઉત પર ભરોસો કર્યો. મેં ધારણા કરી હતી કે જો તેઓ આ વાર્તાને મોટા પડદા પર દર્શાવી રહ્યાં છે તો તેમની પાસે તથ્યો હશે. મનોજ મુન્તશીરની આ વાત પરથી એવી અટકળો ચાલી રહી છે કે તેમનું ફિલ્મના ડાયરેકટર સાથે અનબન હોય.

નેપાળ સેન્સર બોર્ડની ફરિયાદના પગલે ફિલ્મમાં સીતાના જન્મસ્થળને લગતા વિવાદાસ્પદ નિવેદનને દૂર કરવામાં આવ્યું હતું. આ પછી ફિલ્મને ત્યાં રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. મુંબઈના નાલાસોપારામાં એક હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ રવિવારે સાંજે ફિલ્મનો શો અટકાવ્યો હતો. આ ઉપરાંત તે સમયે ફિલ્મ જોઈ રહેલા દર્શકોને પણ સિનેમા હોલમાંથી બહાર જવા કહ્યું હતું અને તે જ સમયે તમામ શોને કેન્સલ કરી દેવામાં આવ્યાં હતા. બીજી તરફ નેપાળમાં કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ‘આદિપુરુષ’ને સિનેમા હોલમાં ન રજૂ કરવાનો નિર્ણય લીધો છે. કારણકે નેપાળ સેન્સર બોર્ડનું કહેવું છે કે સીતાજીનો જન્મ ભારતમાં નહીં, પરંતુ નેપાળના જનકપુરમાં થયો હતો.

સમગ્ર ભારતમાં ફિલ્મનો વિરોધ
રવિવારે ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે ટ્વિટર પર પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે અમે લાગણીને ઠેસ પહોંચતા કેટલાક ડાયલોગને રિવાઇઝ કરીશું અને આ અઠવાડિયે બદલી ફરી રજૂ કરીશું. આ ફિલ્મ પર ચાલી રહેલો વિવાદ અટકતો જણાતો નથી. અયોધ્યા, વારાણસીથી લઈને હરિદ્વાર સુધી તમામ હિન્દુ સંગઠનો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિત તમામ રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. કેટલાક હિંદુ સંગઠનોએ દિલ્હી હાઈકોર્ટમાં પણ ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરી છે. લખનૌમાં ફિલ્મની સ્ટારકાસ્ટ, ડાયલોગ રાઈટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર સામે કેસ નોંધવાની પણ માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top