Entertainment

હાઈકોર્ટનો આદિપરુષના મેકર્સ અને સેન્સર બોર્ડને ઠપકો, કહ્યું રામાયણ અને કુરાન જેવાં ગ્રંથો…

મુંબઇ: સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush) ઘણા દિવસોથી કાયદાકીય વિવાદોમાં (Controversy) ફસાયેલી છે. તેની સામે હાઈકોર્ટમાં (High Court) અરજી (Petition) દાખલ કરતી વખતે એડવોકેટ કુલદીપ તિવારીએ ફિલ્મના નિર્માતાઓ પર મોટા આરોપો લગાવ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં શ્રી રામ કથાનું અપમાન કરવામાં આવ્યુ છે. આ અરજી પર સુનવણી સોમવારે 26 જૂને હાથ ધરવામાં આવી હતી. સુનવણી દરમિયાન હાઈકોર્ટે સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકને ફટકાર લગાવી હતી.

સેન્સર બોર્ડ શું કરે છે? :કોર્ટ
મળતી માહિતી મુજબ વરિષ્ઠ વકીલ રંજના અગ્નિહોત્રીએ કોર્ટને વિવાદાસ્પદ ડાયલોગ અને દ્રશ્યો વિશે જાણ કરી અને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સેન્સર બોર્ડ વતી એડવોકેટ અશ્વિની કુમાર હાજર રહ્યા હતા. 22 જૂને રજૂ કરવામાં આવેલી સુધારા અરજીને સ્વીકારતા કોર્ટે સેન્સર બોર્ડ વતી હાજર રહેલા એડવોકેટ અશ્વિની સિંહને પૂછ્યું હતુ કે સેન્સર બોર્ડ શું કરે છે? સિનેમા એ સમાજનો દર્પણ છે, તમે આવનારી પેઢીને શું શીખવવા માંગો છો? શું સેન્સર બોર્ડ પોતાની જવાબદારી નથી સમજતું?

માત્ર રામાયણ જ નહીં પરંતુ પવિત્ર ધાર્મિક ગ્રંથોને બક્ષો: હાઇકોર્ટ
આ મામલે કોર્ટે એમ પણ કહ્યું કે માત્ર રામાયણ જ નહીં પરંતુ પવિત્ર કુરાન, ગુરુ ગ્રંથ સાહિબ અને ગીતા જેવા ધાર્મિક ગ્રંથોને બક્ષો, બાકીના લોકો જે કરે છે તે કરી રહ્યા છે. કોર્ટમાં ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અન્ય પ્રતિવાદી પક્ષકારોની ગેરહાજરી અંગે પણ કોર્ટે કડક વલણ દર્શાવ્યું હતું. વરિષ્ઠ વકીલ રંજના અગ્નિહોત્રીએ સેન્સર બોર્ડે હજુ સુધી તેનો જવાબ દાખલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

27 જૂને ફરી એકવાર આ મામલે સુનવણી
વકીલ રંજના અગ્નિહોત્રીએ ફિલ્મના વાંધાજનક તથ્યો વિશે કોર્ટને જાણ કરી હતી. જેવા કે રાવણ દ્વારા ચામાચીડિયાને માંસ ખવડાવવું, કાળા રંગની લંકા, ચામાચીડિયાને રાવણનું વાહન ગણાવવું, વિભીષણની પત્નીને સુશેન વૈદ્યને બદલે લક્ષ્મણજીને સંજીવની આપતી બતાવવી, વાંધાજનક સંવાદો અને અન્ય તમામ હકીકતો કોર્ટમાં રાખવામાં આવી હતી જેના પર કોર્ટે સંમતિ આપી હતી. હવે 27 જૂને ફરી એકવાર આ મામલે સુનવણી કરવામાં આવશે.

Most Popular

To Top