National

આધ્યશકિત એટલે અડધી શકિત

આસો મહિનાનાં પ્રારંભનાં નવ દિવસ નવરાત્રી ઉત્સવ તરીકે સમગ્ર ગુજરાતમાં મનાવવામાં આવે છે. ઠેર ઠેર રાસ ગરબા (દાંડિયા રાસ) લેવામાં આવે છે અને માતાજીના અનુષ્ઠાનો અને હોમહવન થાય છે. આધ્યશકિતની આરાધનાં કરવામાં આવે છે. સામાન્ય સમજ મુજબ આધ્યશકિત એટલે કે શકિતશાળી દેવી-મા-માતાજી વિગેરે કરવામાં આવે છે. જય આધ્યશકિત માં જય આધ્યશકિત એવી આરતી પણ ગાવામાં આવે છે. પરંતુ જો વિચારમંથન કરીએ તો આધ્યશકિતનો મૂળ ભૂત અર્થ અડધી શકિત થાય છે. વેદના ઋુષિઓ દેવોની સ્તુતિ કરતા અને તેઓને ઉપદ્રવીઓનાં ત્રાસમાંથી મૂકત કરવા પ્રાર્થના કરતા હતા.

આ દેવોને પૂર્ણ શકિતમાન માનવામાં આવતા હતા. અને આ દેવોની પત્નિઓ (દેવી)ને આધ્યશકિત એટલે કે અડધીશકિત ગણવામાં આવતી હતી. જે રીતે આજનાં આધુનિક જમાનામાં નેતાઓ-ઉચ્ચ અધિકારીઓની પત્નિઓને પણ લોકો માનપાન આપતા હોય છે. આગળ ચાલતા હવે આપણે જે અર્ધાંગિની શબ્દ વાપરીએ છીએ તે આધ્યશકિતનો જ આધુનિક શબ્દ છે. આમ દેવોની પત્નિ માટે ધાર્મિક શબ્દ આધ્યશકિત પ્રયોજવામાં આવતો હતો જે હાલના યુગમાં પુરૂષની પત્નિ માટે અર્ધાંગિની શબ્દ વાપરવામાં આવે છે. જના સમયનાં ધર્મગુરૂઓએ દૈવી શકિતનું માહાત્મ વધાર્યુ આધ્યશકિતને માતાજીનું સ્વરૂપ ગણાવી તેની પાઠપૂજા-સ્તુતિ-આરાધના વિગેરે કરવામાં આવી રહી છે જે નવરાત્રી કહેવાય છે.

સુરત     – રજનીકાંત ઓઝા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top