કોરોના (corona) મહામારીની બીજી લહેરના કારણે દેશમાં હાલાકી પડી રહી છે ત્યારે સંભવિત ત્રીજી તરંગ અંગે ચિંતા સર્જાઈ છે. પરંતુ, નિષ્ણાતોએ ચેતવણી અંગે કહ્યું છે કે, જો લોકો કોરોના ગાઈડલાઇન ( guideline) નું પાલન કરે અને વસ્તીના મોટા ભાગનું રસીકરણ ( vaccination) થઈ જાય તો કોરોનાની આગામી લહેર ઓછી ગંભીર સાબિત થઈ શકે છે.દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી સંક્રમણમાં તીવ્ર વધારો થયો છે. આ અંગે કેટલાક નિષ્ણાતો માને છે કે, પ્રથમ લહેરમાં લોકોની કોરોના ગાઈડલાઇન ( corona guideline) અંગેની ઢીલાસ જવાબદાર છે. પરંતુ અન્ય કેટલાક લોકો વાયરસના ( virus) નવા મ્યુટેન્ટ્સ અને વેરિએન્ટ્સ વધુ ગંભીર હોવાને બીજી લહેર માટે જવાબદાર માને છે.
મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવાને ગયા અઠવાડિયે બુધવારે કહ્યું હતું કે, ત્રીજી લહેર અનિવાર્ય છે અને નવી લહેર માટે તૈયાર રહેવાની જરૂર છે. પરંતુ બે દિવસ બાદ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જો સાવચેતી અંગેની ગાઈડલાઇનનું પાલન, સર્વેલન્સ, સારવાર અને ટેસ્ટ પર ભાર મૂકીને ‘કપરા એસિમ્પટમેટિક ટ્રાન્સમિશન’ને રોકી શકાય છે.જો આપણે કડક પગલાં અને રાજ્યો, જિલ્લાઓ અને શહેરોમાં સ્થાનિક સ્તરે માર્ગદર્શનને અસરકારક રીતે લાગુ કરવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરને ફેલાતા રોકી શકાય છે.
નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, થોડા મહિનાઓમાં રોગપ્રતિકારક શક્તિ લોકોમાં કુદરતી રીતે અથવા રસીકરણના કારણે વિકસિત થશે જેનાથી કોરોના સંક્રમણને ફેલાતા અટકાવી શકાય છે.કેટલાક નિષ્ણાતો માને છે કે, કોરોનાનું પરિવર્તન એક સામાન્ય ઘટના છે અને પરિવર્તન સામાન્ય રીતે નિવારણ, ઉપચાર અથવા રસીકરણને અસર કરતું નથી.શર્માએ જણાવ્યું હતું કે, ત્રણ લેયર માસ્ક, વારંવાર હાથ ધોવા અથવા સેનિટાઇઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, ભીડને ટાળવી અને ઘરમાં રહેવું એ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં હજી પણ સૌથી અસરકારક છે.