National

અદાણી ગૃપના 60 કરોડ સ્વાહા, UPમાં ઘી-તેલના ગોડાઉનમાં ભીષણ આગ

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના સહારનપુરમાં અદાણી ગ્રુપની કંપનીમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આગ 25 અને 26 નવેમ્બરની મધ્યરાત્રિએ લાગી હતી. જો કે હજુ સુધી પર કાબુ મેળવવામાં સફળતા મળી નથી. ઘટનાની જાણ થતા જ 4 જિલ્લાના ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે તાત્કાલિક દાડી આવ્યા છે. મળતી માહિતી મુજબ આ આગ બેહત રોડ સ્થિત રસૂલપુરમાં ઘી-તેલના ગોદામમાં લાગી હતી.

આગ પર કાબૂ મેળવવા માટે સહારનપુર, અમરોહા, મેરઠ અને મુઝફ્ફરનગરની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવતા સતત પ્રયાસ કરી રહી છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. તેલ-ઘીના ગોદામમાં લાગેલી આગપર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. આગ પર પાણી રેડતા જ આગ વધુ ભડકે છે. આ વેરહાઉસ ભારે વસ્તીવાળા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનોના જણાવ્યા મુજબ આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે કારણ કે ઘી અને તેલના કારણે આગ બુઝાવવાને બદલે વધુ ભડકી રહી છે. અંદાજ મુજબ વેરહાઉસમાં 60 કરોડ રૂપિયાથી વધુનો સામાન હતો. જે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે.

Most Popular

To Top