નવી દિલ્હી : અદાણી ગ્રુપ (Adani Group) ચેરમેન અને દુનિયાના ત્રીજા નંબરના ધનિક વ્યકિત ગૌતમ અદાણી (Gautam Adani) હાલ 7 નંબરે પહોંચી ગયા છે. અદાણી સમૂહના શેરોનો ભાવ ખુબ ગગડી ગયો છે. જેનું મુખ્ય કારણ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગની રિપોર્ટને (Hindenburg Report) માનવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ આવ્યા પછી જ અદાણી ગ્રુપમાં રોકાણ કરનારાઓના લગભગ 4 લાખ કરોડ ડૂબી ચુક્યા છે. અને આ સાથે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ 22 બિલિયન ડોલર ઘટી ચુકી છે. ગ્રુપ ઉપર આવી પડેલા આ આ મોટા સંકટ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એક નિવેદન પણ આવ્યું છે જેણે આ ગ્રુપને મોટી લોન આપી છે. સ્ટેટ બેંકના (State Bank) કોર્પોરેટ બેંકિંગના એમડી સ્વામીનાથન જેએ કહ્યું કે હાલમાં એવી કોઈ સ્થિતિ નથી જેના કારણે અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન અંગે ચિંતા કરવી પડે. તેમને આપવામાં આવેલી લોન ભારતીય રિઝર્વ બેંકની મર્યાદામાં છે. તે લોન સુરક્ષિત કરવા માટે તમામ જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
SBI એ સકારાત્મક નિવેદન આપ્યું અદાણી ગ્રુપ વિશે
હાલ એસબી આઈએ આપેલા નિવેદન ખુબ જ સકારાત્મક છે. બેંક જણાવે છે કે અદાણી ગ્રુપ પાસે વિવિધ દેશી અને વિદેશી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી 80 હજાર કરોડની લોન છે. જે જૂથના કુલ દેવાના 38 ટકા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ એક નિવેદન આપતા વધુમાં કહ્યું હતું કે અદાણી જૂથને આપવામાં આવેલી લોન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના મોટા એક્સપોઝર ફ્રેમવર્કથી ઘણી નીચે છે. જો કે, SBI એ ગ્રુપમાં તેના એક્સપોઝરની રકમ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંકોએ અદાણી જૂથને જે પ્રોજેક્ટ માટે લોન આપી છે તેમાંથી રોકડનો પ્રવાહ સારો રહ્યો છે.
રોકાણકારોને રૂ. 4.18 ટ્રિલિયનનું નુકસાન થયું છે
છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રૂપના માર્કેટ કેપમાં રૂ. 4.18 ટ્રિલિયનનો ઘટાડો થયો છે. યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જૂથ બેશરમ સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડ સ્કીમમાં જોડાયું હતું. જૂથે આપેલ અહેવાલને દુર્ભાવનાપૂર્ણ રીતે આક્રમક વણઉકેલ્યો ગણાવ્યો છે. તેણે કહ્યું છે કે તે હિંડનબર્ગ રિસર્ચ સામે કાયદાકીય અને શિક્ષાત્મક પગલાં માટે યુએસ અને ભારતીય કાયદા હેઠળ સંબંધિત જોગવાઈઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે.