મુંબઈ (Mumbai): અભિનેતા (Actor) પંકજ ત્રિપાઠી (PankajTripathi) પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા (Father) બનારસ ત્રિપાઠીનું (BanarasTripathi) 98 વર્ષની ઉંમરે નિધન (Death) થયું છે. પિતાના મૃત્યુનો અભિનેતાને ઘેરો આઘાત લાગ્યો છે.
- પંકજ ત્રિપાઠીના પિતા બનારસ ત્રિપાઠીનું 98ની વયે દુ:ખદ નિધન
- અભિનેતાના પૈતૃક ગામ બલસંડમાં નિધન થયું
પંકજ ત્રિપાઠીના પિતા બનારસ ત્રિપાઠીનું તેમના પૈતૃક ગામ બલસંડમાં નિધન થયં છે. પંકજ ત્રિપાઠી ઉંમર સંબંધિત બિમારીઓથી પીડિત હતા. હાલમાં અભિનેતાના પિતાના મૃત્યુનું સાચું કારણ જાણવા મળ્યું નથી. પિતાના મોતના સમાચાર મળતા જ પંકજ ત્રિપાઠી ગોપાલગંજ જવા રવાના થયા છે.
પંકજ ત્રિપાઠી અને તેમના પરિવારે અભિનેતાના પિતાના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરી છે. નિવેદનમાં કહ્યું કે, ભારે મનથી એ કન્ફર્મ કરવું પડે છે કે પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવાર હવે રહ્યાં નથી. તેમણે 99 વર્ષનું સ્વસ્થ જીવન જીવ્યું. તેમના અંતિમ સસ્કાર આજે તેમના નજદીકના પરિવારજનોની હાજરીમાં કરાશે. પંકજ ત્રિપાસ હાલમાં ગોપાલગંજ સ્થિત પોતાના ગામ જવા રવાના થયા છે.
જણાવી દઈએ કે પંકજના માતા પિતા બિહારમાં રહેતા હતા. જ્યારે પંકજ પોતાની પત્ની અને દીકરી સાથે મુંબઈમાં રહેતા હતા. પંકજ ત્રિપાઠી ઈન્ટરવ્યુમાં પોતાના પિતા વિશે અનેકોવાર બોલતા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તેમના પિતાને એ ખબર નથી કે તેઓ (પંકજ ત્રિપાઠી) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કયું કામ કરે છે?
અભિનેતાએ ખુલાસો કર્યો કે તેમના પિતા મુંબઈ એક જ વાર આવ્યા હતા. પરંતુ તેઓ અહીં એડજસ્ટ થઈ શક્યા નથી. મુંબઈનું દોડધામભર્યું જીવન તેમને પસંદ નહોતું આવ્યું. તેથી તેઓ ગામ પરત જતા રહ્યાં હતાં. પંકજ ત્રિપાઠી પોતાના પિતાની ખૂબ નજીક હતા. પિતાને ગુમાવવાના લીધે અભિનેતા શોકમય છે.
ઉલ્લેખનીય છે કે અનેક વિવાદો બાદ અભિનેતાની ફિલ્મ ઓએમજી-2 તાજેતરમાં રિલિઝ થયા બાદ હીટ થઈ છે. ગદર-2 મૂવીના ઝંઝાવાત વચ્ચે પણ પંકજ ત્રિપાઠીની ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે.