Entertainment

અભિનેતા મિથુન ચક્રવર્તીની મુશ્કેલીઓમાં વધારો,નોંધાઈ ફરિયાદ

અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીની ( mithun chakravti) મુશ્કેલીઓ વધી રહી છે. કોલકાતા પોલીસ આજે પશ્ચિમ બંગાળ ( west bangal) ચૂંટણી ( election) પ્રચાર દરમિયાન તેમના વિવાદિત ભાષણના સંદર્ભમાં તેની પૂછપરછ કરી રહી છે. મિથુન વિરૂધ્ધ વિવાદિત ભાષણ સંદર્ભે મનીકલતા પોલીસ સ્ટેશનમાં કેસ ( case) નોંધવામાં આવ્યો હતો.

મિથુને એફઆઈઆર ( fir) રદ કરવા હાઈકોર્ટમાં ( highcourt) અરજી કરી હતી. હાઇકોર્ટે આ મામલે પોલીસને મિથુનની પૂછપરછ કરવા નિર્દેશ આપ્યો હતો. આ સંદર્ભમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. ભાજપમાં જોડાતાંની સાથે જ મિથુન ચક્રવર્તીએ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ ( trunmul congress) સરકાર સામે કડક વલણ બતાવ્યું. ચૂંટણી મંચ પરથી તેમણે કહ્યું હતું કે, હું નંબર વન કોબ્રા છું. તેમણે કહ્યું કે હું રાજકારણ કરતો નથી, હું મનુષ્ય નીતિ કરું છું.

ઉશ્કેરણીજનક નિવેદન આપવા માટે એફઆઈઆર નોંધાઈ હતી
જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તી 7 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં સામેલ થયા બાદ મિથુન ચક્રવર્તીએ મમતા વિરુદ્ધ એક પછી એક નિવેદનો આપીને રાજ્યના રાજકારણને ગરમ કર્યું હતું. તેમની ટિપ્પણી પર ટીએમસીએ ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હોવાનો આરોપ લગાવીને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

આજે મિથુન ચક્રવર્તીનો જન્મદિવસ છે
તમને જણાવી દઈએ કે આજે મિથુન ચક્રવર્તીનો જન્મદિવસ છે. લોકો તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કોલકાતા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોલીસ તેના દ્વારા અપાયેલા નિવેદનની પૂછપરછ કરી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે.

Most Popular

To Top