Gujarat

પોલીસ કર્મીઓને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરનારા તત્વો સામે પગલા ભરાશે : આશિષ ભાટિયા

રાજયમાં પોલીસ કર્મચારીને ગ્રેડના મામલે કેટલાંક વિધ્ન સંતોષી તત્વો ઉશ્કેરી રહ્યાં છે ત્યારે પોલીસ કર્મીઓને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરી રહેલા તત્વોની સામે પગલા ભરાશે, તેવી ચેતવણી રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ આપી છે.

ભાટિયાએ કહ્યું હતું કે ગુજરાત પોલીસના કર્મીઓને લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હકીકતમાં હાલમાં સાતમાં પગાર પંચ મુજબ પોલીસ કોન્સ્ટેબલને 18,000-56,900 તથા હેડ કોન્સ્ટેબલને 21,700 -69,100 તથા મદદનીશ પોસઈને 25,500 – 81,100ના પગાર ધોરણો હાલમાં અમલી છે. આ પગાર ધોરણો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબના છે.આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલને રજા દિવસે ફરજ બજાવે તો, તેઓને રજાનો પગાર ચૂકવવામાં આવે છે.વર્ષમાં શનિ – રવિ તથા જાહેર રજાઓ ગણીને 90 જેટલી રજાઓ આવે છે.

જેથી વર્ષમાં આશરે 90 દિવસનો વધારાનો પગાર દરેક પોલીસ કર્મીઓને મળે છે. પગાર ઉપરાંત પોલીસ કર્મીઓને ટીએ – ડીએ , વોશિંગ એલાઉન્સ, મેડિકલ એલાઉન્સ સહિતના ભથ્થાઓનો લાભ આપવામાં આવે છે.આ ઉપરાંત યુનિફોર્મનું કાપડ, રેઈન કોટ, અને બૂટ સહિતના અન્ય યુનિ.ના આર્ટિકલ્સ પણ વિના મૂલ્યે આપવામાં આવે છે.

પોલીસ કર્મીઓેને ફરજના સ્થળે રહેણાકની સુવિધા રેન્ટ ફ્રી ધોરણે આપવામાં આવે છે. પોલીસ કર્મીઓને મૃત્યુ સહાય પણ આપવામા આવે છે. કોરોના કાળમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મીઓને 25 લાખની સહાય પણ આપવામાં આવી છે. ભાટિયાએ કહ્યું હતું કે તેમ છતાં જો કોઈ પોલીસ કર્મીઓને રજૂઆત કરવી હોય તે શહેર કે જિલ્લામાં રજૂઆત કરી શકે છે.

Most Popular

To Top