ઈલોન મસ્ક (Elon Musk) ભારત આવવાનાને લઈ અનેક સમાચાર અને ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન મસ્કે ભારતને (India) લઈ વધુ એક નિર્ણય લીધો છે. ‘X’ની જવાબદારી સંભાળનાર ઈલોન મસ્કને લઈ એક નવા સમાચાર સામે આવ્યા છે જેમાં એક્સ એકાઉન્ટને પ્રતિબંધિત કરવાની માહિતી મળી છે. ઈલોન મસ્કની કંપની ‘X’એ ભારતમાં લગભગ 2.13 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા એક્સ એકાઉન્ટ સામે પણ ઇલોન મસ્ક દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં દરેકે સતર્ક રહેવાની જરૂર છે. જ્યારે પણ તમે ‘X’ નો ઉપયોગ કરો ત્યારે દરેક બાબતમાં ખૂબ કાળજી રાખો. ‘X’ તરફથી માહિતી આપવામાં આવી છે કે આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે તેઓ સતત કંપનીની નીતિનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. ઘણી ચેતવણીઓ હોવા છતાં આ એકાઉન્ટ્સ દ્વારા કંપનીની નીતિને અવગણવામાં આવી હતી.
આટલા ખાતાઓ પર કાર્યવાહી કરાઈ
‘X’ એ આ અંગેનો અહેવાલ શેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2,12,627 ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ એકાઉન્ટ્સ એવી સામગ્રી શેર કરી રહ્યા હતા જે કંપનીની નીતિની વિરુદ્ધ હતી. તેને ઘણી વખત ચેતવણી પણ આપવામાં આવી હતી. લગભગ 1,235 એકાઉન્ટ્સ મળી આવ્યા છે જે ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા હતા. કંપની દ્વારા આવા ખાતાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત બાળકોની જાતીય સામગ્રીને કારણે પણ ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જો આ સામગ્રીઓ કોઈપણ ફોર્મેટમાં હોય તો તેમની સામે એક્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત સમાજને વિભાજિત કરતી કોઈપણ સામગ્રી શેર કરવા સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનાથી એક્સ એકાઉન્ટ હોલ્ડરોને નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ખૂબ જ સાવધાન રહીને Xમાં કન્ટેન્ટ મુકવાની જરૂર છે.