સુરતની સામાન્ય ચૂંટણી પત્યા બાદ આજે પ્રથમ સભા મળી હતી જેમાં શહેરને નવા મેયર, ડે મેયર અને સાશકપક્ષ નેતા સહિત અન્ય હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી હતી. સાથે સાથે પાલિકામાં વિરોધ પક્ષ તરીકે બેસનાર આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષ નેતા ની પણ વરણી કરાઈ હતી, વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી ને નિયુક્ત કરવામાં આવતાં મીડિયા કર્મીઓ વિરોધ પક્ષ નેતાનો ઇન્ટરવ્યુ કરી રહ્યા હતાં તે દરમ્યાન પોલીસને શૂરાતન ચઢ્યું હોય તેમ મીડિયા કર્મીઓ સાથે ધક્કા મુક્કી કરી હતી.
ઇન્ટરવ્યુ લઈ રહેલ કેમેરામેનનો કેમેરો ઝુંટવવાની કોશીશ કરીને ધક્કો માર્યો હતો. ત્યારબાદ તેના રિપોર્ટર ને પણ ધક્કા મારી ને જાણે પોલીસ નો પાવર બતાવી રહ્યા હોય તેવું વર્તન કર્યું હતું. મીડિયા કર્મીઓ શાંતિપૂર્વક પોતાનું કામ કરી રહ્યા હતાં પરંતુ કદાચ પોલીસ ભાજપના નેતાઓ સિવાય કોઈ ને નેતા ગણતાં ન હોય તેમ આમ આદમી પાર્ટીના નેતાઓ ના ઇન્ટરવ્યુ કરતાં રોકવાની કોશિશ કરી હતી.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. મીડિયા કર્મીએ પોલીસને શાંતિપૂર્વક જણાવ્યું હોવા છતાં પોલીસ પોતાના પદના ગુમાનમાં ખુલ્લેઆમ દાદાગીરી કરી ને મીડિયા કર્મીઓને ધક્કો મારીને જાણે કોઈ આરોપી હોય તેવું વર્તન કર્યું હતું.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે રસ્તા ની વચ્ચે ભીડ થતી હોવાને લીધે અમે મીડિયા કર્મીઓ ને ખસેડયા હતાં. પરંતુ શું આ રીત છે તેમની ખસેડવાની તેઓ શાંતિપૂર્વક જણાવી શક્યા હતે પરંતુ તેઓએ કદાચ તેમની વરદીના ગુમાન માં મીડિયા કર્મીઓ ને ધક્કા માર્યા હતા.