સુરત: (Surat) સુરત શહેરમાં નાની બાળકીઓના (Girl) અપહરણ (Kidnap) કરી તેમના પર બળાત્કાર (Rape) ગુજારી હત્યા (Murder) કરવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બે દિવસ પહેલા આવા એક બાળકીની હત્યા કમ બળાત્કારના કેસમાં આરોપીને ફાંસીની (hang) સજા સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આપવામાં આવી હતી. આજે પાંડેસરા પોલીસ સ્ટેશનના વધુ એક કેસમાં આરોપીને દોષિત (Accused convicted) જાહેર કરવામાં આવ્યો છે. આગામી 16 ડિસેમ્બરના રોજ સજા (Punishment) સંભળાવવામાં આવશે.
વિગતો અનુસાર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત તા. 7 ડિસેમ્બર 2020ના રોજ દશરથ બૈસાણે નામના આરોપીએ પોતાની પડોશમાં જ રહેતી દસ વર્ષની એક બાળકીને વડાપાંઉ ખાવાની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું. બાદમાં તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇ અને બાળકી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ બાળકી તેને ઓળખતી હોવાના કારણે બાળકીને માથામાં ઇંટ મારીને તેની હત્યા કરીને પલાયન થઇ ગયો હતો. પાંડેસરા પોલીસે આ બનાવમાં બળાત્કાર કમ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. આ ગુનો દશરથ બૈસાણે નામના યુવાને આચર્યો હોવાનું ધ્યાન પર આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લીધા હતા. પાંડેસરા પોલીસે સમગ્ર કેસમાં માત્ર 15 દિવસમાં આરોપી વિરૂધ્ધ પુરાવાઓ એકત્ર કરી અને 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં ન્યાયીક કાર્યવાહી સંપન્ન થઇ ગઇ છે. આજે કોર્ટે આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે.
ટ્રાયલમાં (Trail) મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી (witness), પંચનામાના સાક્ષી, સીસીટીવી (CCTV) ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લાજપોર જેલમાં (Jail) જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે 15 દિવસમાં જ 232 પાનાંની ચાર્જશીટ (Chargesheet) રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ (FSL), તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.