Business

ભારતીય સંસ્કૃતિ અનુસાર અનુરૂપ ભોજન!

પહેલા ભોજન પછી ભજન…! ભુખા પેટે ભજન નહિ થાય! આમ ૧૦૦ કામ પડતા મૂકી સર્વ પ્રથમ જમી લેવું અને એમાં પહેલી પંગત સવા લાખ રૂપિયાની હોવાથી કોઈની પણ રાહ જોયા વિના જમવા માટે પહેલા જ ગોઠવાય જવું ઇષ્ટ અને શુભ મનાય છે! ખેર, ભારતીય સંસ્કૃતિમાં કયો ખોરાક ખાવો જોઈએ!? ક્યારે ખાવો જોઈએ!?અને કોના હાથનો રાંધેલો ખોરાક ખાવો જોઈએ?!અને કેવી રીતે ખાવો જોઈએ?!તે વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે આપણી પાસે પ્લેટની આસપાસ ત્રણ વખત પાણી છાંટવાની પરંપરા છે.

જેનો અર્થ છે અન્ન દેવતાનું સન્માન કરવું. જો કે તેની પાછળ એક તાર્કિક કારણ પણ હતું.  પહેલાના લોકો સામાન્ય રીતે જમીન પર બેસીને ભોજન લેતા હતા. આવી સ્થિતિમાં, પાણીના ઉપયોગને કારણે, પ્લેટની આસપાસ એક વર્તુળ બનાવવામાં આવ્યું હતું.  જેના કારણે જંતુઓ પ્લેટની નજીક નહોતા આવ્યા. અલબત જેમ તે અન્ન છે તેમ મન પણ સુદ્ધ હોવું જોઈએ. આ કહેવત પરથી જાણવા મળે છે કે ભોજન હંમેશા ઈમાનદારીથી કમાઈને જ ખાવું જોઈએ.ભોજન બનાવનાર અને ખાનાર બંનેનું મન પ્રસન્ન હોવું જોઈએ.ખોરાક શુદ્ધ જગ્યાએ બનાવવો જોઈએ.માતા, પત્ની અને પુત્રી દ્વારા તૈયાર કરવામાં આવતા ભોજનમાં હંમેશા વધારો થતો રહે છે.આપણા સ્થાને, અન્નકૂટ સૌપ્રથમ અગ્નિદેવને અર્પણ કરવામાં આવ્યો છે.  આ પછી પંચવલિકા વિધાન છે. 

જેમાં ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાઓ માટે ખોરાક બનાવવાનો કાયદો છે.પંચવલિકા બહાર કાઢ્યા પછી ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો તેને ભોજન કરાવવાનો નિયમ છે.  અહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઘરમાં મહેમાન એટલે કે જેની આગમનની કોઈ તારીખ ન હોય, તેને તે જ સમયે ખુશીથી તૈયાર કરીને તાજું ભોજન ખવડાવવું જોઈએ.ભોજન ગમે તે રીતે તૈયાર કરવામાં આવે, તેને ભૂલીને ક્યારેય તેની નિંદા ન કરવી જોઈએ.  તેને ભગવાનની પ્રસાદી તરીકે સ્વીકારવી જોઈએ અને ખાસ કરી જમતી વેળાએ બોલવું નહિ અને કોઈ જવાબ વાળવો નહિ તથા જમવાની થાળી પરથી અધઃ વચ્ચેથી ભોજન ગ્રહણ કરનારને રસોડાનાં યા બીજા કામસર ઉભા કરવા નહિ તેમજ કૌન બનેગા કરોડપતિમાંથી બચ્ચન અને / અથવા પી એમ ઓ થી મોદીનો ફોન  આવે તો પણ આરાધ્ય દેવી અન્નપૂર્ણાનું માન સન્માન જાળવવા ઊપાડવો નહીં અને અંતે જમતા પહેલા આ મંત્રનો પાઠ કરો સનાતન પરંપરામાં ભોજન પહેલાં મંત્રોના પાઠ કરવાની પરંપરા ચાલી આવે છે.  એવું માનવામાં આવે છે કે આ મંત્રોના જાપ કરવાથી ભોજનની સાથે દેવી-દેવતાઓની કૃપા હંમેશા આપણા પર બની રહે છે.  ચાલો જાણીએ કે કયા મંત્રનો જાપ કર્યા પછી જ ભોજન કરવું જોઈએ.

ભોજન પહેલા મંત્ર
ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना।।
ॐ सह नाववतु।
सह नौ भुनक्तु।
सह वीर्यं करवावहै।
तेजस्विनावधीतमस्तु।
मा विद्‌विषावहै॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top