આણંદ, તા.18
શ્વાન માનવી માટે સૌથી વધુ વફાદારી ધરાવતું પ્રાણી છે, જેથી શ્વાન પ્રત્યેનું આકર્ષણ વધુ હોવાનું જણાવતાં અનોખા પદયાત્રિક તનય બેનરજીએ ગુજરાત મિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારા પરિવારમાં માત્ર હું એક જ છું. મારા માતા પિતા હયાત નથી. શ્વાન જ મારા માટે એકમાત્ર સાથીદાર સમાન છે. મેં પગપાળા 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા નિશ્ચિત કરી છે. જેથી સમગ્ર પગપાળા યાત્રા દરમિયાન શ્વાનને પણ મારી સાથે જ રાખવાનો નિર્ણય કર્યો છે. વડોદરા નગરથી પદયાત્રાનુ આયોજન કરીને આણંદમાં પ્રવેશેલા યુવાન સાથે મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, પગપાળા યાત્રા એક વર્ષ સુધીમાં પૂર્ણ થશે. દરરોજ ત્રીસેક કિલોમીટર અંતર ચાલવાનું નિશ્ચિત કર્યું છે. એક વર્ષ દરમિયાન દેશભરમાં પગપાળા જ પરિભ્રમણ કરીને 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ ધર્મસ્થાનો ખાતે પહોંચીને ધર્મ ભક્તિના સંગમાં જીવતર ધન્ય બનાવવા માટે નિર્ધાર છે. દસ હજાર કિલોમીટરની સમગ્ર યાત્રા દરમિયાન પાલતુ શ્વાન પણ સંગાથે જ રહેશે.
તનય બેનરજીએ જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન શ્વાન પ્રત્યેનું વલણ હકારત્મક રહે તેવા સંદેશ માટે શ્વાનને સંગાથે રાખવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે.
બાર જ્યોતિર્લિંગ ચારધામની પદયાત્રામાં શ્વાનનો સંગાથ
By
Posted on