National

યુપીમાં એક્સપ્રેસ-વે પર ઉભેલી ડબલ ડેકર બસને ચીરીને નીકળી ગઈ બીજી બસ, 8નાં મોત

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બારાબંકી(Barabanki) જિલ્લામાંથી પસાર થતા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ગંભીર અકસ્માત(Accident) સર્જાયો હતો. લોનિકત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના નરેન્દ્રપુર મદરાહા ગામ પાસે પાર્ક કરેલી એક ડબલ ડેકર બસ(Double decker bus)ને અન્ય એક બસે પાછળથી ટક્કર મારી હતી. સોમવારે વહેલી સવારે સુમારે પુરપાટ ઝડપે આવતી બસ પાર્ક કરેલી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અકસ્માતમાં 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત(Death) નીપજ્યા હતા, જ્યારે 35થી વધુ મુસાફરો ઘાયલ(casualty) થયા હતા, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ(Police) પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકો અને ઘાયલોમાં ઘણા મુસાફરો બિહાર(Bihar)ના છે. ડબલ ડેકર બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી.

ડ્રાઈવરને ઊંઘ આવતા મોં ધોવા ગયો અને અન્ય બસે ટક્કર મારી: પ્રત્યક્ષદર્શી
પાર્ક કરેલી સ્લીપર બસના પ્રત્યક્ષદર્શી ઓપરેટર અશોક કુમારે જણાવ્યું કે તે બિહારથી દિલ્હી જઈ રહ્યો હતો, અહીં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર, જ્યારે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ, ત્યારે તેણે કાર સાઈડમાં પાર્ક કરી અને મોં ધોવા ગયો. એટલામાં પાછળથી બીજી સ્પીડમાં આવતી બસે ટક્કર મારી હતી. બસમાં લગભગ 64 મુસાફરો હતા. ઘટનાસ્થળે હાજર અધિક પોલીસ અધિક્ષક મનોજ પાંડેએ જણાવ્યું હતું કે બે બસો જે બિહારથી દિલ્હી જઈ રહી હતી, જેમાં એક પાર્ક કરેલી બસ પાછળથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલા બાળક સહિત આઠ લોકોના મોત થયા હતા. એએસપીએ કહ્યું કે 17 ઘાયલોમાંથી 12ની હાલત ગંભીર છે, જેમને સારવાર માટે લખનૌ ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યા છે. અન્ય 5 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમજ ક્રેશ થયેલી બસોને હટાવીને ટ્રાફિકને સરળ બનાવવામાં આવી રહ્યો છે.

સીએમ યોગીએ શોક વ્યક્ત કર્યો
અકસ્માતની આ ગંભીર ઘટનામાં એક મહિલા સહિત 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 35 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. સીએમ યોગીએ બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી યોગીએ મૃતકોના આત્માની શાંતિની કામના કરતા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Most Popular

To Top