Gujarat

લીંબડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 4 યુવાનનાં ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગર: લીંબડી (Limbdi) -અમદાવાદ (Ahmadabad) હાઈવે (High way) પર ઈકો કાર અને ખાનગી લક્ઝરી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર યુવાનનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય બે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટના યુવાનોને રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં જતી વખતે અકસ્માત નડ્યો હતો.

  • લીંબડીના કટારિયા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • ઈકો કાર અને ખાનગી કંપનીની લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં 4 યુવાનોના ઘટનાસ્થળે જ મોત
  • બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
  • પોલીસ અને સ્થાનિકોની મદદથી કારનાં પતરાં ચીરી મૃતદેહને બહાર કઢાયા
  • રાજકોટના યુવાનો રાજસ્થાન લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા

લીંબડી તાલુકાના કટારિયા ગામ પાસે રવિવારે રાત્રે ઈકો કાર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, અન્ય બે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે લીંબડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઈકો કારમાં સવાર 6 યુવાનો રાજસ્થાન લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા. રાજસ્થાન લગ્નપ્રસંગમાં જતી વખતે જ યુવાનોને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઈકો કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. કારનાં પતરાં ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર યુવાનો રાજકોટના રહેવાસી હતા અને રાજસ્થાન લગ્નમાં જઈ રહ્યા હતા. પરંતુ કાળ ભરખી જતા લીંબડી અમદાવાદ હાઈવે પર જ ઈકો અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લીંબડી હાઈવે પર અકસ્માતની ઘટના બનતા જ લોકો ઘટનાસ્થળે દોડી આવી બચાવકાર્યમાં જોતરાયા હતાં. અકસ્માતની જાણ થતા લીંબડી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી ઈકો કારનાં પતરાં ચીરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહોને પીએ માટે લીંબડી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. યુવાનોના પરિવારને અકસ્માતની જાણ થતાં પરિવાર શોકમાં ગરકી ગયો છે. લીંબડી હાઈવે પર ગમખ્વાર અકસ્માતને પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

Most Popular

To Top