નવી દિલ્હી: યુપીના (UP) જૌનપુર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ માર્ગ અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા (Death) હતા. તેમજ ત્રણની હાલત ગંભીર (Injurd) હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસની (Police) ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ (Hospital) લઈ ગઇ હતી. તેમજ તેઓએ મૃતદેહોનો (Dead Bodies) કબ્જો મેળવી કેસની તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના આજે રવિવારે સવારે 3 વાગ્યે જૌનપુરની પ્રસાદ એન્જિનિયરિંગ કોલેજ પાસે બની હતી. અહીં થયેલા અકસ્માતમાં અર્ટિકા કારમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમને પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતમાં વારાણસી ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.
તમામ મૃતકો અને ઘાયલો બિહારના સીતામઢી જિલ્લાના હોવાનું કહેવાય છે. પોલીસનું કહેવું છે કે અકસ્માત જૌનપુરના ગૌરાબાદશાહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પ્રસાદ ઈન્સ્ટિટ્યૂટ પાસે થયો હતો. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ પોલીસે ઘટનાનો તાગ મેળવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. તેમજ પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક કબજે કરી તપાસ શરૂ કરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આજે સવારે આઝમગઢ તરફથી આવી રહેલી અર્ટિગા કાર પ્રસાદ એન્જિનિયરિંગ કોલેજની સામે એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. આ દરમિયાન કારમાં સવાર ચાર પુરૂષ અને બે મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ ત્રણ લોકોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વારાણસીના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. મળેલી જાણકારી મુજબ આ લોકો બિહારના સીતામઢીથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા.