National

મુંબઈ-પૂણે એકસપ્રેસ હાઈવે પર પેટ્રોલ લઈ જતા ટેન્કરમાં ભીષણ આગ, 4નાં મોત 3 ઘાયલ

મુંબઈ: મુંબઈ પૂણે એકસપ્રેસ હાઈવે (Mumbai Pune Express Highway) પર મંગળવારના રોજ એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. જેમાં 4 લોકોનાં મોત (Death) અને અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ભરતી કરવામાં આવ્યાં છે. અકસ્માતના પગલે પોલીસ અને એમ્બયુલન્સ ધટના સ્થળે પહોંચી હતી.

  • અકસ્માત ખંડાલા ઘાટ સ્થિત કુને બ્રિજ પર થયો જેમાં 4નાં મોત અને 3 લોકો ઘાયલ થયા
  • દીવાલ સાથે અથડાયા પછી ટેન્કર પલ્ટી મારી ગયું અને એકાએક ભીષણ આગ ફાટી નીકળી
  • અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ, ટ્રાફિકને લોનાવાલાથી ડાઈવર્ટ કરવામાં આવી રહ્યો છે

મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ પેટ્રોલ ભરેલું એક ટેન્કર મુંબઈ પૂણે એકસપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું તે સમયે એકાએક તે દીવાલ સાથે અથડાયું હતું અને પલ્ટી મારી ગયું હતું. આ પછી ટેન્કરમાં એકાએક ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા જ્યારે 3 લોકોની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું છે. ઘાયલોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આગ એટલી ભયાનક હતી કે આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા.

આ અકસ્માત ખંડાલા ઘાટ સ્થિત કુને બ્રિજ પર થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર દીવાલ સાથે અથડાયા પછી પલ્ટી મારી ગયો હતો અને ત્યાર પછી તેમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તે બ્રિજની નીચે સુધી ફેલાઈ ગઈ હતી. જો કે હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ઘાયલ થયેલા 3 લોકોનો પરિવાર ટુ-વ્હીલર પર સવાર હતા. જેમાં 12 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાયું છે. અકસ્માતમાં મહિલા ખરાબ રીતે દાઝી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ટેન્કર ચાલકનું પણ મોત થયું છે. અકસ્માતના પગલે એકસપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને લોનાવાલા શહેરથી ડાઈવર્ટ કરવામાં આવી રહ્યો છે. હાલ રેસ્કયુની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

Most Popular

To Top