પિથૌરાગઢ: ઉત્તરાખંડના (Uttrakhand) પિથૌરાગઢમાં મોટો રોડ અકસ્માત (Road Accident) થયો છે. યાત્રિઓથી ભરેલી એક જીપ (Jeep) 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકી હતી. હાલ આ ઘટનામાં 9 લોકોના મોત (Death) થયાનું સામે આવ્યું છે જ્યારે 2 લોકો ધાયલ (Injured) થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ (Police) અને આઈટીબીપીનાં જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યાં હતા.
ઉત્તરાખંડના પિથૌરાગઢમાં મુનસ્યારીથી હોકરા મંદિર દર્શન કરવા જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ રસ્તામાં એકાએક અનિયંત્રિત થઈ જતાં 500 મીટર ઉંડી ખાડીમાં ખાબકી હતી. માહિતી મુજબ આ ઘટનામાં 9નાં મોત જ્યારે 2 ઘાયલ થયા હતા તેમજ જીપના ફુરચા ઉડી ગયા હતા. આ વિસ્તારને દુર્ગમ વિસ્તારમાંનો એક માનવામાં આવે છે તેમજ અહીંનો રસ્તો પણ ખરાબ હોવાનું જણાયું છે. જેના કારણે પોલીસ અને આઈટીબીપીનાં જવાનોનો ઘટના સ્થળે પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. હાલ રેસ્કયુ ઓપરેશ ચાલુ છે. એવી આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક વધશે.
મોડી રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યાંના રહેવાસી પાસેથી જાણકારી મળી આવી છે કે ભારે વરસાદના કારણે રોડ પર પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે રસ્તા પર અકસ્માતની ભીંતી સેવાવા લાગી હતી અને તે જ સ્થળે ગુરુવારે આ ભયાનક અકસ્માત થયો હતો.
પિથૌરાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર નાચની પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મસૂરી-હોકરા મોટરવે પર સપ્લાય ગોડાઉન પાસે એક વાહન અકસ્માતની માહિતી મળી હતી. પોલીસ ફોર્સ નાચની, SDRF અને એમ્બ્યુલન્સ અને રેવન્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો બાગેશ્વર તહસીલના કપકોટ, શમા અને ભાનારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ કપકોટથી SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.