Charchapatra

સમયનો સ્વીકાર કરી જીવન વ્યવહાર ઘડો

તા. 20.11.20ને શુક્રવારના રોજ ગુજરાતમિત્ર વર્તમાનપત્રમાં રાજ કાજ કોલમ હેઠળ કાર્તિકેય ભટ્ટનો સમયને આવકારવાનો ઉત્સવ ઉજવવાનો પણ તેનું મહત્વ નહીં સ્વીકારવાનું! લેખ વાંચ્યો. સમય પણ પોતાના સમયે પોતાનું કાર્ય કરી શાનથી સરકતો જાય છે. આપણે પણ આપણા જીવનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરી ડગ ભરતા જઇએ છીએ.

અનેક ભારતીય સમાજો પણ પોતપોતાના તહેવારોની ઉજવણી કરતો જાય છે. સ્થળૂ જગત કરતા સુક્ષમ જગતને મહત્વ ઓછું આપીએ છીએ. પરંતુ કયારેક તહેવાર ઉજવણીમાં સુક્ષમ જગતને ભૂલતા હોય તેવો અનુભવ થાય છે. આપણો ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસાને આદર સાથે જીવન વ્યવહારમાં આરોપણ કરવાનું આપણા મહાન મૂલ્યો, કૌશલ્યો અને વલણોનો વિકાસ અટકતો જોવા મળે ત્યારે ભારતીય નાગરિક તરીકે દુ:ખ થાય એ સ્વાભાવિક છે.

આપણે જયારે મહાપુરુષોના જીવનચરિત્રોનું વાચન કરતા હોઇએ ત્યારે આપણા જીવનમાં સંસ્કારી અને સૌને શોભે તેવી શકિતઓનો સંચાર થતો હોય છે. આપણે આપણા સૌના સૃષ્ટિદાતાના સર્જન કાર્યમાં સહકાર આપીએ.

નવસારી        -મહાદેવભાઇ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top