Comments

જ્ઞાતિ પ્રથા નાબૂદી: ડો. આંબેડકર આગળ હતા

દરેક ભારતીયે વાંચવા જેવા પુસ્તકોની મારી યાદીમાં ચાર પુસ્તકો અગ્રેસર છે. એમ.કે. ગાંધીનું પુસ્તક હિંદ સ્વરાજ (1909) રવિન્દ્રનાથ ટાગોરનું નેશનાલિઝમ (1917), ડો. બી. આર. આંબેડકરનું ‘એનિહિલેશન ઓફ કાસ્ટ’ (1936) અને જવાહરલાલ નેહરુનું પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇંડિયા) (1946). આ પુસ્તકો ચિરંજીવી છે. હિંદુ મુસ્લિમ એકતાની ઉત્કટ હિમાયત બદલ ગાંધીજીનું પુસ્તક ખાસ નોંધપાત્ર નથી. તેમાં રાજકીય વિવાદના ઉકેલ માટેના સાધન તરીકે હિંસાના ઉપયોગ સામે સૈદ્ધાંતિક વાંધો છે. ટાગોર અમેરિકા અને જાપાનમાન યુદ્ધ ખોરોના આક્રમક રાષ્ટ્રવાદ પર તૂટી પડયા છે પણ આજે 100થી વધુ વર્ષ પછી ઘણા યુદ્ધ પ્રતિતી થઇ છે કે ભારત દુનિયાને દોરવણી આપવા સર્જાયું છે. ડો. આંબેડકરનું પુસ્તક ભેદભાવ ભરેલી જ્ઞાતિ પ્રથાની આલોચના કરે છે અને જ્ઞાતિ પ્રથા શા માટે નાબૂદ થવી જોઇએ તેની ચર્ચા કરે છે.

નેહરુનું પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇંડિયા’ ભારતીય સંસ્કૃતિની બહુવિધતાનું પ્રતિબિંબ પાડી હિંદુત્વ સામેના પડકાર સમાન ગણાવે છે. ડો. આંબેડકરનું પુસ્તક સામગ્રી અને સંરચનાની દૃષ્ટિએ સંવાદિતાભર્યું છે. જયારે ગાંધીજી અહિંસા અને ધાર્મિક એકતાની ચર્ચા કરતા તબીબો, વકીલો અને આધુનિક સમાજ પર મારફાડ હુમલો કરે છે. નેહરુનું પુસ્તક જેલમાં લખાયું હતું. તેથી વિષયાંતર વધુ છે. ટાગોરનું પુસ્તક આપણી દ્રષ્ટિએ દમદાર છે પણ ઘણે સ્થળે કિલષ્ટ બની જાય છે. કારણ કે તેઓ પોતાની માતૃ ભાષા બંગાળીમાં નહોતા લખતા.

ડો. આંબેડકરનું પુસ્તક અન્ય ત્રણ પુસ્તકોની સરખામણીમાં ટુકું છે પણ લેખકના એક દલિત તરીકેના અનુભવને આધારે લખાયું છે. તેમણે જ્ઞાતિના ભેદભાવના ડંખ ભોગવ્યા હતા. તેમના બાળપણથી જ કેળવાયેલાવાચન પ્રેમે પુસ્તકને વિદ્વત્તાપૂર્ણ બનાવ્યું છે. કોલંબિયા અને લંડનમાં બે ડોકટરેટની પદવી પ્રાપ્ત કરવાને કારણે તેમની કલમમાં પીઢતા આવી હતી. ડો. આંબેડકરે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પરિણામે તેમનામાં રહેલી વિશ્લેષણ શકિત રસાળ બની હતી. તેમનામાં ભારતની દરેક ભાષામાં પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવાની શકિત હતી. તેમની એ ખ્વાહેશ પણ હતી કારણ કે તેઓ સાથી વિદ્વાનો માટે નહીં, સાથી નાગરિકો માટે લખતા હતા.

મને ડો. આંબેડકરનો જોશ ગમી ગયો. આ પુસ્તકમાં ગાંધીજીનો અછડતો ઉલ્લેખ આવે છે છતાં ડો. આંબેડકરે ગાંધીજીના જ્ઞાતિવાદના મંતવ્યને નિશાન બનાવ્યું છે. ગાંધીજી કહેતા કે હિંદુત્વ જ્ઞાતિઓ વચ્ચેના ભાઇચારાથી પાંગરી શકે છે. ડો. આંબેડકર કહેતા કે હિનદુવાદમાં જ્ઞાતિ પ્રથા કેન્દ્રમાં છે તેનાપર સીધો પ્રહાર કરી જ્ઞાતિવાદને સમર્થન આપતા શાસ્ત્રોને પડકારવા જોઇએ. ડો. આંબેડકરના પુસ્તકની વિવેચકોમાં સારી ચર્ચા થઇ છે. તેમાં ચાર પ્રશ્નો થયા છે. 1. ડો. આંબેડકરે આ પુસ્તક શા માટે લખ્યું? તેઓ આ પુસ્તક વ્યાખ્યાન સ્વરૂપે રજૂ નહીં કરી શકતા પોતાને ખર્ચે છપાવ્યું. 2. ડો. આંબેડકરે કોના માટે આ પુસ્તક લખ્યું? 3. ગાંધીજીને પણ? 4. ડો. આંબેડકરના જીવન ચરિત્રમાં આ પુસ્તકનું સ્થાન કેટલું?

જાણીતા વિવેચક પ્રો. સૈયદે આ પુસ્તકને ડો. આંબેડકરના રાજકિય-સામાજિક સુધારા સાથે સાંકળ્યું છે અને આધુનિક ભારતના ઇતિહાસમાં ડો. આંબેડકરના સ્થાન વિશે ચર્ચા કરી છે. આપણે ડો. આંબેડકરની ઉપસ્થિતિને અવગણી ન શકીએ પણ પ્રો. સૈયદના ચશ્મે જોઇને ડો. આંબેડકની મૌલિકતાને પામી શકીએ. તેમની સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક વિચારધારાની સ્વાયત્તતાને માપી શકીએ છીએ. ડો. આંબેડકરની સામાજિક અસમાનતાની વિશ્લેષણ કરવાની ક્ષમતાને પ્રો. સૈયદ માર્કસવાદી વિચારધારા કરતા વધુ ધારદાર અને વ્યાપક અસરવાળી ગણાવે છે અને કહે છે કે હિંદુ સમાજનું પરિવર્તન કરવાની ડો. આંબેડકરની વિચારધારા ગાંધીવાદીઓ કરતા વધુ પરિપૂર્ણ છે.

પ્રો. સૈયદે આજના રાજકારણની ધારદાર આલોચના કરી કહ્યું છે કે ડો. આંબેડકરને જ્ઞાતિવાદ નાબૂદ કરવો હતો, આજનુન રાજકારણ તેને માથે લઇને ચાલે છે. બહુમતીવાદ લોકશાહી રાજકારણની તેમજ દેશના નૈતિક કે સાંસ્કૃતિક ચરિત્રની અવગણના કરે છે. જયાં દમન, વેઠીયાગીરી અને સમાજના મોટા ભાગના લોકો સાથે ભેદભાવ રાખતો હોય ત્યાં કલા અને સંસ્કૃતિના ભવ્ય વારસાનું શું મહત્વ છે! પ્રો. સૈયદ લખે છે કે ડો. આંબેડકરના વિચારો એ કારણથી નહીં આવકારવા જરૂરી છે કે તેઓ એક પ્રખર વિચારક હતા, પણ એટલા માટે અપનાવવા જોઇએ કે તેઓ એક ચોક્કસ જ્ઞાતિના હતા. ડો. આંબેડકર સૌથી વ્યાપક માનવીય સહાનુભૂતિ ધરાવનાર અને ન્યાયની ઊંડી સમજ ધરાવનાર વ્યકિત હતા.

આ મહિને હવે પછી પ્રસિધ્ધ થનાર પોતાના પુસ્તકમાં પ્રો. સૈયદ જ્ઞાતિવાદ નાબૂદીના ડો. આંબેડકરના વિચારોનો તલસ્પર્શી અભ્યાસ કરાવે છે. આ એક મૌખિક તારણે અને વિદ્વત્તાપૂર્ણ પુસ્તક છે. ડો. આંબેડકરનું આ પુસ્તક તમે અગાઉ અનેકવાર વાંચ્યું હોય તો ય પ્રો. સૈયદની દલીલો તેના પર નવો પ્રકાશ ફેંકે છે. ડો. આંબેડકરનું પુસ્તક તમે હજી સુધી નહીં વાંચ્યું હોય તો ય આ પુસ્તક તમને ખુલ્લુ મન રાખવા અને નવી દૃષ્ટિ કેળવવાનો માર્ગ બતાવે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top