Gujarat

ગુજરાતના ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની જાહેરાત

આગામી દિવસોમાં રૂ. ૧ર.પ૦ લાખ કરોડના રોકાણ અને ૧પ લાખ જેટલા વિશાળ રોજગારની સંભાવના
ગાંધીનગર: ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજય સરાકરે દશેરાના દિવસે સવારે મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી હતી. ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ”ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ” આગામી પાંચ વર્ષ માટે અમલમા રહેશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે કોરોના મહામારી પછીના સમયમાંથી વિશ્વ બહાર આવી રહ્યું છે ત્યારે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતનું વ્યૂહાત્મક સ્થાન બનાવવાનો ધ્યેય રાખ્યો છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. આ તકનો લાભ લઇને ગુજરાત પણ ઉદ્યોગોને આકર્ષી સ્થાનિક ઉત્પાદનોને સહયોગ પૂરો પાડીને રોજગાર અને મેન્યૂફેકચરીંગ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરે તેવો આ સ્કીમ્સનો મૂળ આશય છે. જેમાં આગળ વધીને વધુને વધુ મેન્યૂફેકચરીંગ હબ બનાવવા માટે આ નવી નીતિ – સહાય યોજના સહાયભૂત થશે. આ નવી યોજનાને પરિણામે આગામી દિવસોમાં રૂ. 12.50 લાખ કરોડના રોકાણ અને 15 લાખ જેટલા વિશાળ રોજગાર અવસર સાથે ગુજરાત અગ્રેસર રહેશે એટલું જ નહિ, MSME, લાર્જ અને મેગા એન્ટરપ્રાઇઝીઝને મળનારા એમ્પ્લોયમેન્ટ લીન્કડ ઇન્સેટીવ્ઝથી રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ વર્કફોર્સ તૈયાર કરવામાં પણ ગતિ આવશે.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારે કહયું હતું કે નવી યોજના હેઠળ રાજયમાં ગ્રીન ઈર્નજી ઈકો સિસ્ટમ , મોબીલીટી , કેપીટલ ઈકિવપમેન્ટ , મેટલ મીનરલ્સ , ટેક્ષટાઈલ્સ , એગ્રો પ્રોસેસિંગ સેકટરને આવરીને તેમા વધુને વધુ રોકાણ આવે તેવા પ્રસાય કરાશે.

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત MSMEને મળનારા લાભો

● નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૭૫ ટકા સુધી ૧૦ વર્ષ સુધી મળશે.
● માઈક્રો ઈન્ડસ્ટ્રીઝ માટે ૩૫ લાખ રૂપિયા સુધીની કેપિટલ સબસિડી
● એમ.એસ.એમ.ઈ. માટે ૭ વર્ષ સુધી ૩૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક વ્યાજ સબસિડી
● ૧0 વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ
● ૫ વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ
● મહિલાઓ, યુવાનો, અને દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો માટે વધારાના ઈન્સેન્ટિવ્ઝ
આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અન્વયે મોટા ઉદ્યોગોને થનારા લાભો
લાર્જ ઇન્ડસ્ટ્રીઝ” માટે વિશેષ પ્રોત્સાહનો
● આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખી મેન્યૂફેકચરીંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે ૯ થ્રસ્ટ સેક્ટર(૨૨ સબ-સેક્ટર)ને મુખ્ય મેન્યૂફેકચરીંગ સેક્ટર તરીકે ઓળખવામાં આવ્યા છે.
● મોટા ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૧૨ ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી
● ૧0 વર્ષ માટે ઈ.પી.એફ. રીએમ્બર્સમેન્ટ
● નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૭૫ ટકા સુધી ૧૦ વર્ષ સુધી મળશે.
● ૫ વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ
મેગા ઇન્ડસ્ટ્રીઝને અપાનારા પ્રોત્સાહનો
● મેગા ઈન્ડસ્ટ્રીઝ માટે મેન્યૂફેકચરીંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે ૧0 થ્રસ્ટ સેક્ટર(૨૩ સબ-સેક્ટર)ને મુખ્ય મેન્યૂફેકચરીંગ સેક્ટર તરીકે ઓળખવામાં આવ્યા છે.
● રૂ. ૨૫00 કરોડથી વધુનું રોકાણ ધરાવતા અને ૨૫00થી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સને આ સ્કીમ હેઠળ વિશેષ ઈન્સેન્ટિવ્ઝ આપવામાં આવશે.
● ઇન્ડસ્ટ્રીઝને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૧૨ ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી
● ૧0 વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ
● નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૧૮ ટકા સુધી ૨૦ વર્ષ સુધી મળશે.
● પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવેલી કે લીઝ માટેની જમીનને સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાંથી ૧૦૦ ટકા માફી
● ૫ વર્ષ માટે ઇલેકટ્રીસિટી ડયૂટીથી મુકિત
……..

Most Popular

To Top