રાજપીપળા શહેરમાં આઇએમએ દ્વારા નર્મદા જિલ્લા સેવાસદન ખાતે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આઇએમએ નર્મદાના પ્રમુખ ડો.ગિરીશ આનંદ, મંત્રી ડો.હિતેન્દ્ર પૂર્વ પ્રમુખ ડો.દર્શનાબેન દેશમુખ, રેડક્રોસના ડો.જાદવ, ડો.સમીર મહેતા, ડો.પૂર્વેશ શાહ દ્વારા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહને આવેદનપત્ર અપાયું હતું.
આરોગ્યકર્મીઓ પર થતાં હુમલાઓને લઈને ‘સેવ ધ સેવિયર’ના સૂત્રોચ્ચાર સાથે રાજપીપળાના ઇન્ડિયન મેડિકલ એસોસોએશન દ્વારા અસામમાં થોડા દિવસ અગાઉ ડોક્ટર ઉપર હુમલાની ઘટના સામે વિરોધ નોંધાવ્યો હતો. સાથે ડોક્ટરો સહિતના આરોગ્યકર્મીઓ પર હુમલાઓના બનાવની પરિસ્થિતિઓને ધ્યાન લઈનેે પણ વિરોધ નોંધાવ્યો હતો. આઇએમએ પ્રમુખ ડોક્ટર ગિરીશ આનંદે જણાવ્યું હતું કે, આરોગ્યકર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. ડોક્ટર અને નર્સો પર થતાં હુમલા સામે સખત કાયદો અને તેના ત્વરિત અમલીકરણ માટેની માંગ પણ કરવામાં આવી છે.