વડોદરા: આમ આદમી પાર્ટી આજે ડુંગળી લઈ ને પોલીસ ભવન ખાતે પહોંચી હતી. ગરીબ શ્રમજીવી પથ્થરવાળા પાસે 20 કિલો ડુંગળી રૂપિયા બદલે માર મારવામાં આવતા આમ આદમી પાર્ટીએ પોલીસ ભવન ક ખાતે સમા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે પ્રજાની રક્ષક છે નહિ કે ભક્ષક પરંતુ પોલીસ પ્રજા ની રક્ષક છે કે ભક્ષક છે તેની રજૂઆત લઈને આજે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા.
ગણેશભાઈ જેઓ ડુંગળી ની લારી લગાવે છે સમા વિસ્તારના પોલીસ કર્મચારીઓ ડુંગરી 20 કિલો માગતા અને ગણેશભાઈ તેમની પાસે રૂપિયા માગતા પોલીસ કર્મચારીઓએ તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો .તેની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી ન હતી. ગણેશભાઈ રજૂઆત લઈને પોલીસ સ્ટેશનમાં ગયા પરંતુ તેમની રજૂઆત કોઈના સાંભળતા તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ને મળ્યા હતા અને તેમની રજૂઆત તેમને જણાવી હતી. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડુંગળી લઈને પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા. સાથે ગણેશભાઈ પણ તેમની સાથે હતા. પોલીસ કમિશ્નર ને રજૂઆત કરવામાં આવી હતીકે ગરીબ શ્રમજીવી લારી વાળા એમનો કોઈ ક્રાઇમ રેકોર્ડ નથી ,નહીં તેઓ દારૂ-જુગારના ધંધા કરતા છતાં પણ પોલીસ દ્વારા તેઓને માર મારવામાં જેથી સમા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
આપ પાર્ટીના પ્રમુખ પ્રતિમાબેન પટેલે જણાવ્યું હતું કે સમા પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારી દ્વારા ગણેશભાઈ કે ડુંગળી ની લારી ચલાવે માસ્ક નીચે છે તેમ કહીને ઢોરમાર મારવામાં આવે છે અને તેની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ નથી તે નહિ પોલીસ-સ્ટેશનમાં એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી જેને લઈને આજે પોલીસ ભવન ખાતે ગણેશભાઈ ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લેવી જોઈએ પોલીસ સામે પણ કડક માં કડક કાર્યવાહીની માંગ લઇને રજૂઆત કરવા માટે આવ્યા હતા.