National

AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને EDના આ કેસમાં મળ્યા જામીન

નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (Delhi Rouse Avenue Court) શનિવારે 27 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને મોટી રાહત આપી હતી. દિલ્હી વક્ફ બોર્ડ (Delhi Waqf Board) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) આરોપી અમાનતુલ્લાના દિલ્હી કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 15,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. અહેવાલો મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના સમન્સ પર AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન હાજર રહ્યા ન હતા. આ અંગે ઇડી દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓ સુપ્રીમ દ્વારા જારી કરાયેલા સમન્સ પર હાજર થવા આવ્યા હતા.

પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટે પાછળથી કહ્યું હતું કે અમાનતુલ્લા ખાન EDના સમન્સ પર તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા, તેમજ EDએ તેમને હાજર થવા માટે ઘણી વખત સમન્સ પાઠવ્યા હતા. આ કારણે રાઉઝ એવેન્યુ કોર્ટે કહ્યું કે ધારાસભ્યને કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટના આ આદેશ બાદ અમાનતુલ્લા ખાન આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા અને તેમની હાજરી બાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. તેમજ કોર્ટે અમાનતુલ્લાને 15,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે.

તાજેતરમાં EDએ દિલ્હી વક્ફ બોર્ડમાં ગેરરીતિઓના સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં AAP ધારાસભ્યની 12 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. AAP ધારાસભ્ય 18 એપ્રિલે સવારે લગભગ 11 વાગ્યે ED ઓફિસ પહોંચ્યા હતા. તેમજ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ એજન્સી દ્વારા તેમનું નિવેદન નોંધવામાં આવ્યું.

ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સંબંધિત કેસમાં EDએ અગાવ દરોડા પણ પાડ્યા હતા. EDનો આરોપ હતો કે ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં ગેરકાયદેસર ભરતીઓ કરાવી આ ગુનામાંથી મોટી માત્રામાં રોકડ એકઠી કરી હતી અને તે રકમનો ઉપયોગ તેના સહયોગીઓના નામે સ્થાવર મિલકત ખરીદવા માટે કર્યો હતો.

આ દરોડા અમાનતુલ્લા ખાનના સ્થાનોએ 2018-2022 દરમિયાન દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યા હતાં. તેમજ આ દરોડા તેમના કાર્યકાળ કરવામાં આવેલી ગેરકાયદેસર ભરતી અને વ્યક્તિગત લાભ માટે વકફ મિલકતોની અયોગ્ય લીઝિંગ સંબંધિત કેસમાં પાડવામાં આવ્યા હતા.

દરોડા બાદ EDએ જણાવ્યું હતું કે CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIR અને દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ ફરિયાદો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહીનો આધાર છે.

Most Popular

To Top