Gujarat

ગુજરાતમાં ગીતાના અભ્યાસ મુદ્દે આપના નેતા મનીષ સિસોદિયાનું વિવાદિત નિવેદન, કહ્યું ‘…કામ રાવણ જેવું અને વાત કરો ગીતાની…’

ગાંધીનગર : ગુજરાત (Gujarat) સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6થી12માં ભગવદ્ ગીતાનો (Bhagvat geeta) સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકારના આ નિર્ણય પર મહાભારત શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અભ્યાસક્રમમાં ગીતાના મુદ્દે આમ આદમી પાર્ટીએ (AAP) સરકારના આ નિર્ણય અંગે વાંધો ઉઠાવ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ (Manish Sisodiya) ગુજરાત સરકારના આ નિર્ણય પર કટાક્ષ કર્યો હતો અને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે શાળાઓમાં શા માટે ગીતા ભણાવવામાં આવે? કામ રાવણ જેવું અને વાત ગીતાની કરે છે. જે લોકો ગીતાની વાત કરે છે તેઓ પહેલા ગીતાના સારનો અમલ કરે.મનીષ સિસોદિયાના વિવાદિત નિવેદન બાદ રાજકીય મહાભારત શરૂ થઈ ગઈ હતી.

ગુજરાત સરકારના આ નિર્ણયને આપે વખોડી કાઢ્યું હતું. પરંતુ આ સાથે જ ગુજરાતની જનતાએ આ નિર્ણયને માન આપી આવકાર્યું હતું. મનીષ સિસોદીયાના આ નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ગીતા પર કરેલા નિવેદન બાદ મંત્રી જગદીશ પંચાલે કરારો જવાબ આપતા કહ્યુ કે મનીષ સિસોદિયા ગીતાનું મહત્વ જાણતા નથી. ગીતાએ હિન્દુ સંસ્કૃતિનું સૈથી મહત્વનું પુસ્તક છે. જ્યારે સ્વામી વિવેકાનંદ વિશ્વના પ્રવાસે ગયો હતા ત્યારે તેઓ પોતાની સાથે ભગવદ્ ગીતા સાથે લઈને ગયા હતા. આગામી દિવસોમાં મનીષ સિસોદિયોને ભગવદ્ ગીતા વિશે ખ્યાલ આવશ. ગુજરાતની જનતા 2022માં મનીષ સિસોદિયાને આનો જવાબ આપશે.

ગુજરાત સરકારના નિર્ણય અંગે હવે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પણ ઝપલાવ્યું છે. તેમણે એક નિવેદન આપતા કહ્યું કે ભારતમાં ગીતાના પાત્ર સામે નિવેદન થઈ શકે પરંતુ મદ્રેસામાં કેમ કુરાન ભણાવાયા છે તેની સામે તમે સવાલ ઉઠાવી જુઓ. આ રાજ્ય સરકારનો નિર્ણય છે તેથી તેની સામે વિરોધ નોંધાવી શકાય નહી. ગીતા સામે વાંધો ન ઉઠાવવો જોઈએ, હું ભગવાના શ્રી કૃષ્ણને પ્રાર્થના કરૂં છું કે, તેઓને સદ્દબુદ્ધિ આપે. 

ગુજરાત વિધાનસભામાં શિક્ષણ મંત્રી જીતું વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. જે આગામી શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણી પરની ચર્ચા ચાલી રહી હતી. તે દરમ્યાન જાહેરાત કરવામાં આવી છે.

જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતા તે સમયે આની અમલવારી કરવા શિક્ષણ વિભાગને સૂચના આપી હતી. તો બીજી તરફ જીતુભાઈ વાઘાણી એ હીજાબ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હિજાબ ને લઈ કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા સુચન આપ્યા છે. તે મુજબ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હોવાની કબૂલાત શિક્ષણ મંત્રી એ કરી છે.

Most Popular

To Top