National

PM મોદીના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી! UCC માટે કહી આ મોટી વાત

દિલ્હી: આમ આદમી પાર્ટીએ (APP) હવે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને લઈને ભાજપ (BJP) સાથે પોતાનું સમર્થન આપ્યું છે. AAP નેતા સંદીપ પાઠકે જણાવ્યું કે અમે સૈદ્ધાંતિક રીતે સમાન નાગરિક સંહિતા (UCC) ને સમર્થન આપીએ છીએ કારણ કે કલમ 44 પણ કહે છે કે દેશમાં UCC હોવો જોઈએ. UCC અંગે કેજરીવાલની પાર્ટીએ કહ્યું કે સમાન નાગરિક સંહિતા પર તમામ ધર્મો, રાજકીય પક્ષો અને સંગઠનો સાથે વ્યાપક પરામર્શ થવો જોઈએ અને સર્વસંમતિ રચવી જોઈએ.

કોંગ્રેસ પોતાનો એટિટ્યુડ બદલશે તો જ કંઈક કરી શકાશે અને તો જ તમામ પાર્ટીઓ પણ એકસાથે આવી શકશે
આપના સંદિપ પાઠકે કહ્યું કે પાર્ટી આવનારા દિવસોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે વ્યસ્ત છે. અમે પણ દિલ્હી, પંજાબ અને ગુજરાતમાં ચૂંટણી લડવા માટે તૈયાર છે. પણ હાલ દેશ સામે મોટી સમસ્યા છે કે હાલમાં સત્તાધારી સરકારને કેવી રીતે હટાવવામાં આવે. આ માટે તેમણે કોંગ્રેસ પર નીશાન સાધ્યો હતો અને કહ્યું કે કોંગ્રેસ પોતાનો એટિટ્યુડ બદલશે તો જ કંઈક કરી શકાશે અને તો જ તમામ પાર્ટીઓ પણ એકસાથે આવી શકશે. સંદિપ પાઠકે કહ્યું 24 જુલાઈએ શિમલામાં આ માટે એક મિટિંગ યોજાનારી છે.

જણાવી દઈએ કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પટનામાં તમામ વિપક્ષી પાર્ટીઓ સાથેની મહાગઠબંધનની બેઠકમાં હાજરી આપી હતી. તે દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે આ બેઠકમાં કેજરીવાલે તમામ વિપક્ષી પાર્ટીઓને દિલ્હી સરકારને ટ્રાન્સફર-પોસ્ટિંગની સત્તા વિરુદ્ધ કેન્દ્રના વટહુકમ પર આપને સમર્થન આપવા માટે અપીલ કરી હતી, પરંતુ તે બેઠકમાં કેજરીવાલ તમામ વિપક્ષી પાર્ટીઓમાં સામેલ હતા. જણાવવામાં આવ્યું કે કેજરીવાલ આનાથી એટલા ગુસ્સામાં હતા કે મીટિંગ પછી કેજરીવાલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પણ હાજરી આપી ન હતી. આ સમગ્ર વિકાસ પછી જ AAP એ UCC પર કેન્દ્ર સાથે જોડાણ કરવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top