ભરૂચમાં ઝાકીર પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ અબ્દુલ કરીમ પઠાણ નામના વેપારી જેઓ પાસે બુધલાલ કંપની તથા માવા વેચવાની એજન્સી છે. ભરૂચ જિલ્લાના દરેક તાલુકા મથકે માવો તથા બુધાલાલ તમાકુનો વેચાણ કરે છે. જેથી તેઓ મંગળવારે સવારે ભરૂચથી પોતાની મારુતિ સુઝુકી કેરિવાન લઈ સમની, જંબુસર તથા આમોદ ટાઉનમાં વેપારીઓને માલ આપી આમોદ માર્કેટ યાર્ડમાં મારુતિ સુઝુકી કેરી વાન પાર્ક કરી વેપારીઓ તરફથી આવેલાં બિલો તેમજ ચેક અને રોકડા રૂ.3,85,000નો ગુટખાના થેલામાં ગિયર બોક્સ પાસે મૂકી માર્કેટ યાર્ડમાં આવેલી પૂર્વેશ શાહની એજન્સીમાં બિસ્કિટ લેવા માટે બેઠા હતા.
જ્યાં પરત ફરતા પોતાની કેરી વાનમાં ગુટખાનો થેલો ના જોતાં કોઈ ગઠિયો રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ જતાં આમોદ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. ખાસ કરીને પોલીસ વિભાગે સ્નીફર ડોગ્સ સ્ક્વોડ ઘટના સ્થળે આવતા તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસે ફરિયાદ લઈ હોટેલો તેમજ જાહેર સ્થળોનાં સીસીટીવી કેમેરા તપાસીને વધુ કાર્યવાહી હાથ ધરતાં તસ્કરને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.