Entertainment

‘જલેગી તેરે બાપ કી’ ડાયલોગનો આઈડિયા ક્યાંથી મળ્યો તે અંગે મનોજ મુંતશિરે કહી આ ચોંકવનારી વાત

મુંબઇ: ‘આદિપુરુષ’ (Aadipurush) ફિલ્મની કમાણી શરૂઆતમાં જબરદસ્ત હતી પરંતુ ડાયલોગ્સને (Dialogue) કારણે ફિલ્મની ઘણી ટીકા થઈ રહી છે. લેખક મનોજ મુન્તાશીરે (Mano jMuntashir) હવે ‘આદિપુરુષ’ના ડાયલોગ્સ પર આ ટીકાઓ પર પોતાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ‘મોટા કથાકારો આવી જ ભાષામાં સ્ટોરી સંભળાવે છે’. આદિપુરુષના આ ડાયલોગ્સ મામલે દેશભરમાં ભારે હંગામો થયા બાદ આખરે ફિલ્મના મેકર્સે તમામ વાંધાજનક ડાયલોગ્સ બદલી નાંખ્યા છે. જો કે મેકર્સે ડાયલોગ્સ બદલ્યા બાદ પણ ફરી એકવાર ભારે ભૂલ કરી દઈ હિન્દુઓની નારાજગીમાં વધારો કર્યો છે.

હનુમાનજીના ડાયલોગ પર વિવાદ
ફિલ્મમાં હનુમાનજીનો ડાયલોગ ‘કપડા તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, જલેગી ભી તેરે બાપ કી…’ પર ખૂબ જ હંગામો થયો હતા. જે બાદ ફિલ્મના રાઇટર મનોજ મુંતશિર અને નિર્માતા ઓમ રાઉતે આ ડાયલોગ બદલવાનો નિર્ણય કર્યો હતો. જો કે હાલ આ ડાયલોગને બદલવામાં પણ આવ્યો છે પરંતુ તેનાથી ફિલ્મના કલેક્શન પર કોઈ ખાસ અસર જોવા મળી નહીં. મનોજ મુંતશિરનું કહેવુ હતુ કે દર્શકોના મનને ઠેસ પહોંચે એવું કંઈ કરવું નથી.

વિવાદિત ડાયલોગને લઇ મનોજ મુંતશિરે આ કહ્યુ
ફિલ્મમાં હનુમાનજીના વિવાદિત ડાયલોગ પર જવાબ આપતા મનોજ મુંતશિરે કહ્યુ કે ફિલ્મમાં બજરંગ બલીએ જે મેઘનાથને કીધુ છે તે કોઈ મારી બનાવેલી લાઇનો નથી કે મારા દ્વારા લખવામાં નથી. આવી લાઇન ફક્ત મારા મગજમાં આવી એવું કંઇ નથી. આવી જ લાઇનો દેશના મોટા-મોટા કથાકારોએ પણ કહી છે અને આ વાતના પુરાવા પણ મારી પાસે છે. હું ઈચ્છુ તો તે વીડિયો પણ બતાવી શકું છું.

સંતનો વીડિયો થયો વાયરલ
હનુમાનજીના ડાયલોગ પર ચાલતા વિવાદ વચ્ચે એક સંતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તેમના પ્રવચનમાં આવી જ લાઇનો બોલતા જોવા મળી રહ્યા છે. સંતના આ વાયરલ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે આદિપુરૂષ મુવીના ડાયલોગ આ જ સંતના પ્રવચનમાંથી કોપી કરવામાં આવ્યા છે. જો કે સંતના પ્રવચનનો આ વીડિયો ઈસ્કોન દ્વારકાના ઓફિશિયલ યૂટ્યુબ ચેનલ પર 8 મહિના પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો.

કોણ છે આ સંત?
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જે સંત જોવા મળી રહ્યા છે તેમનુ નામ અમોઘ લીલા દાસ છે. જે ઈસ્કોન દ્વારકાના ઉપાધ્યક્ષ અને મોટિવેશનલ સ્પીકર છે. જ્યારે હનુમાનજીની પૂંછડીમાં આગ લાગી હતી એ કિસ્સા વિશે કહેતા અમોઘ લીલા દાસે વીડિયોમાં કહ્યુ કે ‘ઘી કિસકા? રાવણ કા, કપડા કિસકા? રાવણ કા, આગ કિસકી? રાવણ કી, જલી કિસકી? રાવણ કી.’ અમોઘ લીલા દાસે લંકા દહન વિશે જણાવતા વીડિયોમાં કહ્યુ કે હનુમાનજી બેસ્ટ મેનેજર હતા. તેમણે કોઈ પણ રિસોર્સ વગર જ સમગ્ર લંકામાં આગ લગાવી હતી. એટલે કે આગ લગાડવા માટે ઘી, કાપડ, આગ બધું જ રાવણનું હતું.

Most Popular

To Top