SURAT

ઈન્સ્ટાગ્રામની રીલ જોઈ ટુર બુક કરાવશો નહીં, કતારગામના યુવકને બાલીનું પેકેજ ભારે પડ્યું

સુરત(Surat): સોશિયલ મીડિયાના (Social Media) જમાનામાં ફેસબુક(FaceBook), ઈન્સ્ટાગ્રામ(InstaGram), વોટ્સએપ (Whatsapp) જેવા પ્લેટફોર્મ પર અનેક જાહેરાતો આવતી હોય છે. ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર ખાસ કરીને ટુર પેકેજની લોભામણી જાહેરાતો જોવા મળતી હોય છે. આવી જ જાહેરાત જોઈ ઈન્ડોનેશિયાના (Indonesia) બાલીનું (Bali) કપલ પેકેજ બુક કરાવવાની ભૂલ કતારગામના યુવકને ભારે પડી છે.

  • કતારગામના મોબાઈલ એસેસરીઝનો વેપારી સાયબર ફ્રોડનો ભોગ બન્યો
  • બાલીના કપલ પેકેજના બહાને વેપારી સાથે 1.18 લાખની છેતરપિંડી થઈ

કતારગામ વિસ્તારમાં રહેતો મોબાઈલ એસેસરીઝનો વેપારી સોશીયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ ઉપર વિદેશ ટૂરની ઈન્ટરવલ ટ્રાવેલ કંપનીની જાહેરાત જાઈ ઈન્ડોનેશિયાના બાલી ફરવા માટે કપલ પેકેજ બુક કરાવ્યું હતું. ભેજાબાજે પેકેજના રૂપિયા 1.18 લાખ પડાવી લીધા બાદ ફોન બંધ કરી દીધા હતા. વેપારીને તેની સાથે ઓનલાઈન સાયબર ક્રાઈમ ફ્રોડનો ભોગ બન્યા હોવાનો ખ્યાલ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નારાયણનગર સોસાયટીમાં રહેતા 26 વર્ષીય મીત રસીકલાલ ચૌહાણ ઘરેથી મોબાઈલ એસેસીરીઝનો વેપાર ધંધો કરે છે. મૂળ બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ભરડવા ગામના વતની મીત ગઈ તા 6 જુન 2023ના રોજ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરી જોઈ રહ્યો હતો.

તે વખતે ઈન્ટરવલ ટ્રાવેલ કંપનીના નામે વિદેશ ટુર તથા ઈન્ડિયા ટુરની જાહેરાત જોઈ હતી. ત્યાર પછી મીત ચૌહાણે ઈન્ડોનેશિયાના બાલી ખાતે ફરવા જવા માટે ઈન્ટરવલ ટ્રાવેલ્સ કંપની વોટ્સઅપ નંબર કોલ કરી ઈન્ડોશિયાના બાલીનું 6 રાત્રી અને 7 દિવસવાળુ કપલ પેકેજ સિલેક્ટ કર્યું હતું અને તેના રૂપિયા 1.18 ઓનલાઈન કંપનીના બેન્કના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

પૈસા પડાવી લીધા બાદ કંપની દ્વારા તેના મોબાઈલ ઉપાડવાના બંધ કરી દીધા હતા. મીતને ખ્યાલ આવી ગયો કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કતારગામ પોલીસે મીતની ફરિયાદને આધારે ગતરોજ ગુનો દાખલ કરી મોબાઈલ નરના આધારે તપાસ શરુ કરી છે

Most Popular

To Top