આપણે ત્યાં ઘણી વખતે ઘણી જગ્યાએ આગ લાગે ત્યારે કુવો ખોદવા જઇએ તેવું બને છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાશે તેનો અભ્યાસ કરી તેના નિરાકરણની તૈયારી પહેલેથી જ શરૂ કરવી જોઇએ. અગાઉ સુરતમાન ટયુશન કલાસમાં આગ લાગતા કેટલાક વિદ્યાર્થીઓ બળી ગયા હતા. ત્યાં આગ હોલવવા માટે કોઇ સુવિધા નહતી. અત્યારે પણ કેટલાક ટયુશન કલાસમાં એવી સુવિધા વિના કલાસ ચાલે છે. આજ રીતે રસ્તો પહોળો કરવાનો છે રસ્તાની બાજુપરના વૃક્ષો જે વર્ષોના છે તેને કાપવા પડશે આથી એ વૃક્ષો કપાય તે પહેલાં આજુબાજુની જમીન સંપાદન કરી ત્યાં પહેલા વૃક્ષો ઉછેરવા જોઇએ. વટેમાર્ગુને વૃક્ષોનો છાંયડો મળશે. કોઇપણ યોજનાનું પ્લાનીંગ એવું હોવું જોઇએ કે 25થી પચાસ વર્ષ પછી પણ કોઇ મુશ્કેલી ન પડે.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.