મહાન વિચારક ચાણકયે કહ્યું છેકે શિક્ષક કભી સાધારણ નહિં હોતે… આધુનિક સમયમાં યાંત્રિક ઉપકરણો થકી બહુધા દુષિત થયેલ યુવા માનસને સન્માર્ગે વાળવાનું કામ હજુ પણ શિક્ષક જ કરી શકે એ વિચારને સાર્થક કરી બતાવ્યું છે મહારાષ્ટ્રના શિક્ષક શ્રી રણજીતસિંહ દેશાએ (પરિતેવાડી પ્રા. શાળા, સોલાપુર) એ વિશ્વના ૧૪૦ જેટલા દેશોના ૧૨૦૦ જેટલા વિચક્ષણ શિક્ષકોને પાછળ રાખીને દસ લાખ અમેરિકન ડોલર જૂન ૨૦૨૦ નું લંડન ખાતે યોજાયેલને શિક્ષણનો ગ્લોબલ પ્રાઇઝ-ઇનામ અંકે કરીને અંતિમ ચરણમાં આવેલા વિશ્વના બેસ્ટ નવ ફાયનાલિસ્ટ શિક્ષકોને રૂા. સાત કરોડ ત્રીસ લાખના મળતા પુરસ્કારમાંથી અડધી રકમ આ નવ શિક્ષકોને આપવાની જાહેરાત કરી આપી દીધા.
એમણે પોતાના ગામમાં નાની નાની બાળાઓને પરણાવી દેવાની કુપ્રથા સામે અવાજ ઉઠાવ્યો ને આ કુરિવાજ બંધ કરાવીને જ રહ્યા. મહારાષ્ટ્ર – કર્ણાટકની સરહદે ગામના લોકો કન્નડ ભાષા જ બોલતા એઓ તો મરાઠીભાષી, છતાં કન્નડ ભાષા શીખી પાઠયપુસ્તકોનું ભાષાંતર કરી અનેક નવતર પ્રયોગો કરી કન્યાઓને સો – ૧૦૦ ટકા હાજરી આપતી કરી દીધી. એમણે પાઠય પુસ્તકોમાં અપનાવેલ કયુ.આર. કોડના વિચારને ભારત સરકારે અપનાવી ‘‘ઇનોવેટિવ રીસર્ચર ઓફ ધી ઇયર’’ જૂન ૨૦૧૬ આપ્યો. વલ્ડબેંકે પણ આ વિશિષ્ટ કામગીરીની પ્રેરક નોંધ લઇ શિક્ષક – નિરીક્ષક તરીકે એમની પસંદગી કરી.ઉગતી પેઢી માટે શિક્ષકનું કામ, એક પરિવર્તક, પરિવ્રાજકનું છે.
જહાંગીરપુરા – ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.