Vadodara

ગોધરા હાઈવેથી રોયલ્ટી પાસ વગર સફેદ પથ્થર ભરેલી ગાડી પકડાઇ

શહેરા: શહેરા પ્રાંતએ ગોધરા હાઈવે માર્ગ ઉપર થી રોયલ્ટી પાસ વગર  સફેદ પથ્થર ભરેલી ગાડી ને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જવાબદાર તંત્રનો છુપો આશીર્વાદ હોવાથી જિલ્લા કલેકટર દ્વારા તાલુકા પંથકમાં સફેદ પથ્થરો અને રેતીનું ખનન  અટકે તે  માટે અલગ ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં  તેવી આશા લોકો રાખી રહયા છે. શહેરા  તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલ જમીન અને નદીમાંથી રેતી  અને સફેદ પથ્થરો નુ મોટા પાયે ખનન થતું હોવા છતાં જવાબદાર ખાણ ખનીજ વિભાગ તંત્ર  આ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ મીઠી નજર રાખી રહયા હતા. પ્રાંત અધિકારી શહેરા ગોધરા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહયા હતા.

ત્યાર તેમને એક  સફેદ પથ્થર ભરેલી ટ્રક ને ઉભી રખાવી ને ચાલક પાસે ખનિજ વહન કરવા માટેના જરૂરી કાગળો માગતા તે મળી આવ્યા ન હતા. જેથી ગેરકાયદેસર રીતે અને રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતું હોવાનું અધિકારીને જણાઈ આવતા તેઓ દ્વારા આ સફેદ પથ્થર ભરેલ ટ્રકને તાલુકા સેવા સદન ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી કરવા સાથે ખાણ અને ખનીજ વિભાગ ને આ બાબતે તેઓ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ  કેટલાક મહિના ઓ પછી એક માત્ર સફેદ પથ્થર ભરેલી  ટ્રક પકડી પાડવામાં આવતા ખનીજ ના ધંધા સાથે સંકળાયેલા  ઘણા બધા લોકો તાલુકા સેવા સદન કચેરી ખાતે એકત્રિત થઈ ને લાગવગ નો દોર શરૂ કર્યો હતો.

Most Popular

To Top