આંધ્ર પ્રદેશનું હટકે એક ગામ છે. હટકે એટલા માટે કહેવું પડે કે અહીં ટી.વી. મોબાઇલ કે ઇન્ટરનેટ નથી. સીકાકુલમનું ‘કુર્મા’ નામનું આ ગામ જે 60 એકરમાં ફેલાયેલું છે. જ્યાં ફકત ચૂના માટીના બનેલા 50 ઘર વસે છે. શાકભાજી અને અનાજ પણ કુદરતી ખાતરથી જાતે જ ઉગાડે છે. પશુઓ માટે પાણી કૂવામાંથી પૂરું પાડે છે. કાપડ પણ શાળ ઉપર જાતે જ વણે છે. એક ટી.વી. ચેનલે ત્યાંની વ્યક્તિઓનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે જણાવ્યું કે અમે મોબાઇલ વીજળી વગર પ્રકૃતિની ગોદમાં જ રહીએ છીએ. શાંતિપૂર્ણ જીવન માટે અમને આની કોઇ જરૂર લાગતી નથી.
જેમની પાસે મોબાઇલ છે તેઓ શાંતિની શોધમાં અહીં આવે છે. શ્રીકૃષ્ણના આદેશોનું પાલન કરવું અમારા માટે કોઇ અઘરી વાત નથી. આધુનિક જીવનશૈલીના કારણે ઉત્પન્ન થયેલી અનેક સમસ્યાનું સમાધાન અમારું ‘કુર્મા’ ગામ છે. આધ્યાત્મિક ચિંતન અને ભક્તિથી અડધી સમસ્યાઓ અહીં દૂર થઈ જાય છે. અમારા ગામમાં કોઇ પણ આવીને વસી શકે છે. હર ચીજ અહીં મફતમાં મળે છે. અહીં પર્યટકો મુલાકાતે આવે છે ત્યારે રોકડ રકમ નહીં પણ જરૂરી ચીજ વસ્તુઓ લાવી સહાયરૂપ બને છે. આ ગામનું એક જ સૂત્ર છે ‘વિના પૈસે જીવવાનું અને તંદુરસ્ત રહેવાનું’ છે ને કંઇક હટકે આ ‘કુર્લા’ ગામ.
સુરત – રેખા એમ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ક્રિકેટમાં સુરત કેમ ઉપક્ષિત?
ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી મહદ્ અંશે દક્ષિણ ગુજરાત તેનું પાટનગર કહી શકાય એવું સુરત ઉપેક્ષાપાત્ર 6 દાયકાથી જોતો આવ્યો છું. Aiport મેળવવા મથામણ, નવી વંદેમાતરમ્ ભારત જેવી રેલવે ટ્રેનો માટે (જરૂરી રૂટો) વિદ્યાર્થીઓને શાળાએ જવા બસ માટે નવું કંઇક મેળવવા પ્રતિનિધિઓની રજૂઆત સુદ્ધાં બાષ્પીભવન થઈ જાય. વર્ષોના પરસેવા બાદ એરપોર્ટ મળ્યું તેમાં પણ કંઇ ને કંઇ વાંધા વચકા નીકળ્યા જ કરે, જરૂરી રૂટનો અભાવ વર્તાય. નવા પ્લાન્ટ વિકાસ વડોદરાથી ઉત્તરે વધુ છે.
બહુ બહુ તો વડોદરા સુધી. સુરતમાં કેમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકાય એવું સ્ટેડિયમ નથી? ગુજરાત ક્રિકેટ ટીમ છે, સૌરાષ્ટ્ર છે, અરે વડોદરાની પણ છે. શું સુરત, નવસારી, વલસાડ, દ. ગુજરાત પાસે આવી મેચો રમી શકે એવા ખેલાડીની ટીમ તૈયાર ન થઈ શકે? વલસાડમાં મૂળ મલાવ તળાવ હતું ત્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે ખરું. પરંતુ દક્ષિણ ગુજરાતની રણજી ટ્રોફી રમી શકે એવી પોતીકી ટીમ ક્યાં? અનેક ક્ષેત્રોમાં ઉપેક્ષિત જોવા મળે છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ ગુજરાત રણજી ક્રિકેટ ટીમ અસ્તિત્વમાં લાવો. સુધારા, પ્રજાહિત સગવડમાં આ વિભાગ ઓશિયાળો જ
ભાસે છે.
અડાજણ – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.