Charchapatra

પોતે રડે અને દર્શકને હસાવે, એ ખરો કોમેડિયન

તા.1-05-25ની ‘શો-ટાઈમ’ પૂર્તિમાં મશહુર હાસ્ય કલાકાર સુંદરના, સુંદર હાસ્ય પ્રેરિત અભિનયની મજેદાર વાતો કરવામાં આવી છે. હિન્દી ફિલ્મોના સુવર્ણયુગમાં, એ વખતે કોમેડી જગતમાં જોનીવોકર ટોચ ઉપર હતા. તો તે સમયે ધમાલ, મુકરી, મારૂતિ, શેખ તથા સુંદર જેવા મજેના કોમેડિયનો પણ પોતપોતાની નોખી-અનોખી અભિનય સ્ટાઈલથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરતા રહેતા હતા.

એમાંના સુંદરની એક ખાસિયાત એ હતી કે, તેઓ તોતડી વ્યક્તિનો અભિનય સુંદર રીતે કરી જાણતા હતા. માણસની જીભ ઝલાય અને બોલવાથી જે તોતડો અવાજ નીકળે, એવો આજ કાઢવામાં કોમેડિયન સુંદર અદભુત હતા. ઓલવા સાતિ, ‘ફિલ્મમાં દેવ આનંદ સાથે સુંદર હતા. યે અપના દિલ તો આવારા’, એ ગીતના અંતિમ ચરણમાં સુંદર, મોઢાનું થૂંક આંગળી વડે બે આંખો ઉપર લગાવીને રડવાનો જે અભિનય કરે છે એ ખરે જ લા-જવાબ અભિનય હતો. પોતે રડે અને દર્શક હસે, એવા અભિનયના ઉસ્તાદ સુંદરને, ‘ગુજરાતમિત્ર’ને પાને યાદ કરવા બદલ સંપાદકને ખરે જ ધન્યવાદ ઘટે છે.
સુરત     – બાબુભાઈ નાઈ-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top