વલસાડ: ડાંગ જિલ્લાના વઘઇની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષિકાને ત્રણ દિવસ અગાઉ વહેલી સવારે સરસ્વતી સ્કૂલ નજીક કાર ચાલક ટક્કર મારનાર કાર ચાલકને પોલીસ પકડી પાડ્યો હતો. આ કેસમાં પોલીસે નવસારીના હીરાના વેપારીની શુક્રવારે અટકાયત કરી છે. ગંભીર અકસ્માત કરી ભાગી જવાના કેસમાં પોલીસે અનેક લોકોની પુછતાછ કરી અનેક સીસી ટીવી કેમેરા ફંગોળ્યા બાદ કાર ચાલકને ઓળખી તેના ચાલકને શોધી કાઢ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ રેલવે કર્મચારીના પત્ની અને વઘઇની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વલસાડ અંબરધારા રેસિડન્સીમાં રહેતા ક્રિનાબેન ચંદ્રકાંતભાઇ પટેલ (ઉ.વ.49) સવારે પોતાના ઘરેથી ચાલતા નિકળ્યા હતા. તેઓ સવારે વઘઇ જવાના હતા. જોકે, તેઓ ઘરથી બહાર મેઇન રોડ પર પહોંચે એ પહેલાં જ પુરપાટ ઝડપે આવતી એક કારે તેમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માત બાદ બાજુના સીસી ટીવી કેમેરામાં નહી, પરંતુ સ્થાનિકોની પુછતાછના આધારે કાર (નં. જીજે-15-પીપી-9289) હોવાનું જણાયું હતું. ત્યારબાદ પોલીસે આ કારના માલિકને શોધી તેની ઘરે તપાસ કરતા કાર તેમનો નવસારી ખાતે રહેતો સંબંધી રાજીવ કુમાર દેસાઇ (ઉ.વ.51 રહે. જમાલપોર, નવસારી) ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.
ભાવિન અને રાજીવ હીરાની દલાલી કરે છે. બંને વચ્ચે પારિવારિક સંબંધ છે. રાજીવ અકસ્માતના આગલા દિવસે વલસાડ આવ્યો હતો અને તે ભાવિનના ઘરે જ રોકાયો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે તે ભાવીનની કાર લઇ નિકળ્યો હતો અને આ અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ તે ઘટના સ્થળે ઉભો રહ્યો હતો, પરંતુ આ કેસમાં સંડોવવાથી બચવા તેણે અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.
આ કેસમાં સિટી પોલીસ મથકના મહિલા હેડ કોન્સ્ટેબલ મિનાક્ષીબેન તેમજ અન્ય હેડ કોન્સ્ટેબલ યોગેશભાઇએ ઘણી જહેમત ઉઠાવી સતત 3 દિવસ તપાસ કરી અનેક સીસી ટીવીના ફૂટેજ ફંગાળ્યા હતા. જેમાં તેમણે એક એપાર્ટમેન્ટની અંદરના ભાગે લગાવાયેલા સીસી ટીવીમાં સફેદ કારે અકસ્માત કર્યો હોવાના ઝાંખા વિઝ્યુઅલ થકી આખો કેસ ડિટેક્ટ કર્યો હતો.