જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના કઠુઆ(Kathua)માં સરહદ(Border) નજીકથી પોલીસે એક શંકાસ્પદ (Suspicious) બલૂન(Balloon) કબજે કર્યું છે. પ્લેન આકારના આ બલૂન પર ‘આઈ લવ પાકિસ્તાન'(I Love Pakistan) મેસેજ લખવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. આ સંદેશ પીળા બલૂન પર અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં લખવામાં આવ્યો હતો. બલૂનને વધુ તપાસ માટે પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. આ બલૂન પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પાસે કઠુઆ જિલ્લાના ચામ બાગ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ બલૂન મળ્યા બાદ, જમ્મુ-કાશ્મીર પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
પોલીસે તપાસ શરૂ કરી હતી
પોલીસે તે જાણવા માટે તપાસ શરૂ કરી છે કે શું તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યું છે જેઓ વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તે સરહદ પારથી આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ પહેલા પણ વિસ્તારમાં ભય ફેલાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. હાલમાં આ મામલાની તપાસ અનેક એંગલથી કરવામાં આવી રહી છે, નોંધનીય છે કે આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે.
સરહદ પારથી ડ્રોન આવવાના કિસ્સાઓ વધ્યા
આ સિવાય ભૂતકાળમાં સરહદ પારથી ડ્રોન આવવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. તાજેતરનો મામલો મંગળવારે (4 ઓક્ટોબર) ના રોજ પ્રકાશમાં આવ્યો, જ્યારે પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી એક ડ્રોન આવતો જોવા મળ્યો. આના પર બીએસએફના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો.
આ વર્ષે 107 પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદ પર જોવા મળ્યા
અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા 107થી વધુ શંકાસ્પદ ડ્રોન ભારતીય સરહદ પર જોવા મળ્યા છે. જે ભારતીય સરહદની અંદર ઉડતા મળી આવ્યા હતા. ગયા વર્ષે 97 ડ્રોન જોવા મળ્યા હતા. જેમાં પંજાબમાં 64, જમ્મુમાં 31 અને LoCમાં બે ડ્રોન જોવા મળ્યા હતા.
સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત આતંકવાદી ગતિવિધિઓ થઈ રહી છે. તાજેતરમાં જ શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની બે અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ત્રણ દિવસ પહેલા એક પોલીસકર્મીની હત્યા કરનારા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે, એમ પોલીસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શોપિયનના દ્રચ કીગામ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે દક્ષિણ કાશ્મીરના જિલ્લાના મુલુ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો.