SURAT

સુરતમાં વધુ એક માસૂમ બાળકી રખડતા કૂતરાનો શિકાર બની

સુરતઃ ધાસ્તીપુરામાં રખડતા કૂતરાએ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કૂતરાએ બાળકીને ગળા, આંખ, માથા સહિતની જગ્યાએ 15થી વધુ બચકા ભર્યા હતા. બાળકીની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બચાવી હતી.

  • ધાસ્તીપુરામાં રખડતા કૂતરાએ 4 વર્ષની બાળકીને 15 બચકાં ભર્યા
  • કૂતરાએ ગળા, આંખ, માથા સહિતની જગ્યાએ બચકા ભર્યા
  • ચીસો સાંભળી લોકો દોડી આવતા બાળકી બચી ગઈ

સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતીમાહિતી મુજબ, વરિયાળી બજાર ધાસ્તીપુરાખાતે આવેલા ગુલશન પાર્કમાંરહેતા ભગવાનપ્રસાદ ગુપ્તામૂળ ઉત્તરપ્રદેશના વતનીછે. તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. ભગવાનપ્રસાદ શાકભાજીની લારી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે.

ગુરુવારે બપોરે તેની4 વર્ષીયપુત્રીકાવ્યા ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે સમયે રખડતા કૂતરાએ એકાએક કાવ્યા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી કાવ્યાની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને કૂતરાના મુખમાંથી કાવ્યાને બચાવી હતી.

ત્યારબાદ કાવ્યાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ભાઠેનામાં પણ 6 વર્ષના બાળકને કુતરાએ બચકા ભર્યાની ગંભીર ઘટના બની હતી. ડોગબાઈટની સતત વધતી ઘટનાઓ સામે પાલિકા સુસ્ત અવસ્થામાં જોવા મળી રહી છે.

બાળકીના માથામાં 7 ઈંચ અને 4 ઈંચનો લાંબો ચીરો
કૂતરાએ હુમલો કરતા કાવ્યાને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાં કાવ્યાને માથામાં, ગળાના, આંખના, કપાળના તેમજ પગના ભાગે ઈજાઓ થઈ છે. માથામાં એક 7 ઇંચ લાંબો અને બીજો 4 ઇંચ લાંબો ચીરો પડી ગયો છે. જેથી વધુ સારવાર માટે કાવ્યાની સર્જરી કરવાની નોબત આવી છે. હાલમાં આ ઇજાઓમાંથી સારી થવા માટે કાવ્યાને અંદાજે દોઢથી બે મહિના અથવા તેનાથી વધુનો સમય લાગી શકે તેમ છે.

Most Popular

To Top