સુરત (Surat) : શહેરમાં અરેરાટીપૂર્ણ અકસ્માતની (Accident) ઘટના બની છે. શહેરના ઉધના નજીક જીવન જ્યોત રોડ પર ફૂલસ્પીડમાં દોડતી બાઈક સ્લીપ (Bike Sleep) થઈ જતા કાપડના વેપારી (Textile Trader) જીએસઆરટીસી બસની (GSRTC Bus) નીચે આવી ગયા હતા. સ્પીડમાં દોડતી બસના પૈંડા નીચે વેપારી કચડાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત (Death) નિપજ્યું હતું.
ઉધના જીવન જ્યોત મેન રોડ ઉપર GSRTC બસે મોપેડ સવાર કાપડના વેપારીને અડફેટે લઈ કચડી નાખતા લોકો ભેગા થઈ ગયા હતા. એટલું જ નહિ પણ લોકોની ભીડ જોઈ બસનો ચાલક ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે કાપડ વેપારી ચિરાગ જૈન ઘરે થી કાપડ માર્કેટ જવા નીકળતા યમદૂત સમાન કાળ મુખી બસની અડફેટે ચઢ્યા હતા.
તરુણ મહેતા (સંબંધી) એ જણાવ્યું હતું કે 20 વર્ષથી ચિરાગ ભુપેન્દ્રભાઈ જૈન સુરતના ઉધના-હરિનગર નજીકના આનંદ પાર્કમાં રહેતા હતા. એક નાનો ભાઈ અને માતા-પિતા છે. આજે સવારે પોતાના નિયત સમય એ માર્કેટ જવા નીકળ્યો હતો. ઘરેથી નીકળ્યાના કેટલીક મિનિટોમાં જ ફોન પર અકસ્માતની જાણ થઈ હતી. દોડીને આવતા ચિરાગ બસ નીચે કચડાય ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, ચિરાગના પિતા લોન એજન્ટ તરીકે કામ કરે છે. જૈન પરિવાર રાજસ્થાનનો વતની છે. અકસ્માત બાદ બસ ચાલક ફરાર છે. પરિવાર શોએ ગરકાવ થઈ ગયો છે. પોલીસે પોસ્ટ પોર્ટમની દિશાની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.