વડોદરા: વડોદરા મહાનગર પાલિકા તંત્રના પાપે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક સમસ્યાઓ વકરી રહી છે.જેમાં ખાસ કરીને દૂષિત પાણી પ્રશ્ને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.શહેરના તાંદલજા વિસ્તારમાં પણ છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી દૂષિત પાણીના કારણે લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય વ્યાપી ગયો છે.જો વહેલી તકે સમસ્યાનો નિવેડો લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.
સમગ્ર તાંદલજા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગંદા અને દુષિત પાણી આવી રહ્યા છે.જે અંગે વારંવાર ફરિયાદ કરવા માં આવી છે.પરંતુ આજ દિન સુધી કોઈ ચોકક્કસ પગલાં ભરવામાં આવ્યા નથી. હાલ માં મુર્તુઝાપાર્ક , ઝમઝમ પાર્ક આદિલ પાર્ક , શાહબાઝ પાર્ક , ગફ્ફાર પાર્ક , મધુરમ સોસાયટી , નૂરજહાં પાર્ક , તાંદલજા ગામ આ તમામ વિસ્તારમાં લોકો ગંદા પાણીની સમસ્યા થી ત્રસ્ત છે.જેના કારણે બીમારીઓ વકરી રહી છે.ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે.કોલેરા ફાટી નીકળે તેવો લોકોમાં ભય વ્યાપ્યો છે.જેથી તાતકાલિક રાહે પગલાં લેવા માંગ કરાઈ છે.જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસો માં મ્યુ કમિશનરનો ઘેરાવ કરવા માં આવશેની ચીમકી ઉચ્ચારી હતી.આ અંગે તાંદલજા વિસ્તારના અગ્રણી અશફાક મલેકે જણાવ્યું હતું કે સમગ્ર તાંદલજા વિસ્તારમાં છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી ગંદા પાણીની સમસ્યા ખૂબ જ વિકટ બની છે.આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. કોર્પોરેશનના તંત્રને આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી છે.પરંતુ હાલમાં પણ મુર્તુઝાપાર્ક ,મધુરમ સોસાયટી , નૂરજહાં પાર્ક , શાહબાજ પાર્ક ,આદિલ પાર્ક તેમજ તાંદલજા ગામના તમામ વિસ્તારોની અંદર ગંદા પાણી આવી રહ્યા છે.જેના કારણે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પીવાના પાણી પણ લોકોને બહારથી વેચાતા લાવવા પડી રહ્યા છે.સાથે સાથે બીમારીનો પણ લોકો ભોગ બન્યા છે. આ બાબતે ની રજૂઆત છતાં તંત્ર જાગતું નથી.જો વહેલી તકે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી.