વડોદરા: શહેરના અકોટા-દાંડિયાબજાર બ્રિજ પાસે શનિવારે રાત્રે બેફામ જઈ રહેલા બાઇકરે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી, જેમાં બાઇકર્સ અને વૃદ્ધા બંનેનાં મોત થયાં હતાં. અકસ્માતની આ ઘટના બાદ પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ બીજા દિવસે અને આજે આ બ્રિજ ને રામભરોસે છોડી દેવાયો હતો. કેટલાક રાઇડર્સ પણ જોવા મળ્યા હતા ત્યારે અકસ્માતની આ ગંભીર ઘટના બાદ પણ પોલીસ હજી ઊંઘતી હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં છે. અકોટા-દાંડિયાબજાર બ્રિજ પૂરપાટ ઝડપે જઇ રહેલા બાઇકર્સ અને વાહનચાલકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી.
વાહનચાલકો બેફામ અને પૂરપાટ ઝડપે જતા જોવા મળ્યા હતા.જો આ બ્રિજ પર સ્પીડ નિયત્રંણ નહીં રાખવામા આવે તો હજુ કેટલાય લોકોના મોતની રાહ જૉઈ ને આ બ્રિજ બેઠો હોય તેમ જણાય છે.પોલીસ તંત્રની નિષ્કાળજી હજી કેટલાનો ભોગ લેશે. એ તો સમય જ બતાવશે. અત્રે ઉલ્લેખનીય છે. કે વાહચાલકો અકોટાના આ બ્રિજ ને હાઇવે સમજી ને વાહચાલકો 100-120 ની સ્પીડે પોતાના વાહનો ચલાવતા નજરે પડે છે. જેથી ગમે ત્યારે મોટા અકસ્માતો થવાનો ભય તોળાઈ રહ્યો છે.
શહેર માં ૨૫૦ સીસી (ક્યુબિક કેપિસીટી) અને તેથી વધુ સીસી એન્જિન પાવર આઉટપુટ ધરાવી આશરે 60,000 થી વધુ બાઇક છે જેમાં રેસર બાઇક અને બુલેટ જેવી બાઇકનો પણ સમાવેશ થાય છે.શહેરમાં હાલમાં કુલ મળીને ૧૬,૮૬,૨૫૮ વાહનો દોડી રહ્યા છે તેમાંથી ૧૨,૦૬,૯૬૫ સ્કૂટર અને મોટર બાઇક છે. સ્કૂટર અને બાઇક પૈકી ૫૦,૦૦૦ થી 60,000 બાઇક એવી છે જે સુપર બાઇક, સ્પીડ બાઇક, રેસર બાઇક અથવા તો હેવી બાઇક તરીકે ઓળખાય છે.
આ બાઇકના એન્જિનની પાવર આઉટપુટ ક્ષમતા ૨૫૦૦ અને ૮૦થી વધુની સ્પીડે વાહન દોડાવીને રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકે છે. આ બાઇકર્સ સાંજે પાંચ થી ૮ વાગ્યા દરમિયાન પીક અવર્સમાં કે જ્યારે રસ્તાઓ ઉપર ભારે ટ્રફિક હોય છે ત્યારે પણ ફુલ સ્પીડમાં નીકળીને લોકોને પરેશાન કરે છે. કેટલાક બુલેટ ચાલકોએ તો સાયલેન્સરમાં મોડિફિકેશન કરાવ્યુ છે એટલે તે રસ્તા ઉપરથી નીકળે ત્યારે માથુ ફાડી નાખે તેવો અવાજ થાય છે. આ બધુ જ ટ્રાફિક પોલીસની હાજરીમાં જ થાય છે.
રાઇડર્સ વાહનો એક્સિલેટર આપતા જ હવા સાથે વાતો કરવા માંડે છે
રેસર વાહનોને એક્સીલીરેટર આપતા જ બાઇક પાંચ સેકન્ડમાંજ હવા સાથે વાતો કરવા માંડે છે. જાહેર માર્ગો ઉપર સ્પીડમાં વાહન દોડાવા ઉપર પ્રતિબંધ છે તેમ છતાં રાત પડતા જ વડોદરાના રસ્તાઓ ઉપર તોફાની તત્વો સમાન બાઇકર્સ રેસર બાઇક અને સાયલન્સર મોડિફાઇ કરેલા બુલેટ લઇને નીકળી પડે છે