એવા ખૂબ ઓછા કલાકારો હોય છે જેઓ પોતાને ઇશ્વર તરફથી મળેલી સર્જનાત્મક કલાકારીના સેલિંગમાંથી મેળવેલી આવક, પ્રોફિટનો ઉપયોગ ગરીબ, નિરાધાર, દિવ્યાંગ બાળકો માટે સમર્પિત કરી દે છે. આવા ઉમદા અને બ્યૂટીફૂલ સોલ ધરાવતા કલાકારોમાં એક નામ શામેલ થવા જઈ રહ્યું છે સુરત સિટીના ‘અનુરાધા મહેતા’નું. તેમને ચિત્રકારીની કલા ગોડ ગિફ્ટેડ મળેલી છે પણ વર્ષો સુધી તેમણે પોતાની આ કલાને પોતાની હોબી સુધી સીમિત રાખી હતી. જો કે, આ દરમિયાન તેઓ વર્ષોથી માનસિક દિવ્યાંગ બાળકોને સમાજના અર્નિંગ મેમ્બર્સ બનાવવા માટે વોકેશનલ ટ્રેનિંગ આપવાનું ઉમદા કાર્ય કરતા રહ્યાં છે. હવે તેઓ વર્ષોની તપસ્યાથી તેમણે બનાવેલા સુંદર પેન્ટિંગ્સનું સાયલન્ટ ઓક્સનથી એવું તો શું કરવા જઈ રહ્યા છે જે સરવાળે આ દિવ્યાંગ બાળકો માટે એક પ્રકારની સેવા હશે. તેના વિશે આપણે તેમની પાસેથી જાણીએ…
મારા હસબન્ડની ઈચ્છાને માન આપવા અને બાળકોને મદદરૂપ થવું આ એકઝીબીશનનો ઉદ્દેશ્ય: અનુરાધા મહેતા
શ્રી મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલના દિવ્યાંગ બાળકોને 20 વર્ષથી વોકેશનલ ટ્રેનિંગ આપી રહેલા અનુરાધાબેને જણાવ્યું કે, મને બાળપણથી પેન્ટિંગ્સ બનાવવાનો શોખ હતો જોકે પેન્ટિંગ બનાવવાનો મૂડ હોય તો જ હું કેન્વાસ અને પીંછી હાથમાં લઉં છું. મારામાં રહેલી આ પ્રતિભા આ આર્ટથી લોકો પણ વાકેફ થાય તે માટે હું મારા ચિત્રોનું એકઝીબીશન કરું તેવી મારા હસબન્ડ સિદ્ધાર્થ મહેતાની ઈચ્છા રહી છે તેમની આ ઈચ્છાને માન આપીને અને સ્કૂલને માટે આ બાળકોના એજ્યુકેશન હેલ્થના કાર્યો માટે ફન્ડ રેઝ કરી શકાય તે બંને ઉદેશને ધ્યાનમાં રાખી આ એકઝીબિશનનું આયોજન હું કરી રહી છું.
બાળકોને દીવડા બનાવતા અને ન્યૂઝ પેપરની બેગ્ઝ બનાવવાનું શીખવાડે છે
અનુરાધાબેને જણાવ્યું કે હું વોકેશનલ ટીચર તરીકે આ સ્કૂલમાં જોડાઈ હતી. આ બાળકો પણ અર્નિંગ મેમ્બર્સ ઓફ સોસાયટી બને તે માટે તેમને મેં દિવાળીના દીવડા બનાવતા અને ન્યૂઝ પેપરની બેગ્ઝ બનાવતા શીખવાડ્યું છે. સહયોગી ટીચર્સ સાથે બાળકોને ફાઇલ્સ બનાવતા, ચિત્રોમાં રંગ પૂરતા અને બીજી એક્ટિવિટી શીખવાડાય છે. બાળકો દ્વારા બનવાતી વસ્તુઓ વેચાતા જે રકમ મળે તે બાળકોને ડિસ્ટ્રીબ્યુટ કરાય છે.
શું છે સાયલન્ટ ઓક્શન ?
અનુરાધાબેને તેમના પેન્ટિંગ્સનું જે સાયલન્ટ ઓક્શન થવાનું છે તેના વિશે વિસ્તૃતમાં જણાવ્યું કે અહીં એકઝીબિશનમાં દરેક પેન્ટિંગની નીચે બેઝ પ્રાઈઝ લખેલી હશે. ઑક્શન માં આવનાર વ્યક્તિઓ માટે ફિઝિકલ ફોર્મ અને ઓનલાઇન ફોર્મ અવેલેબલ રહેશે જો તે ભરવા માંગતા હોય તો ભરીને તેઓ તે પેઈન્ટીંગ કેટલી રકમમાં મેળવવા માંગે છે તે પ્રાઈઝ કોટ કરી શકશે. ઓક્શન બાદ હાઈએસ્ટ બીડરને તે પેન્ટિંગ મળશે. બીડરે તે રકમનો ચેક ડાયરેકટ સ્કૂલમાં જમા કરાવવાનો રહેશે અને તે પેન્ટિંગના ઓનર બની શકે છે.