ગાંધીનગરમાં રવિવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં બેઠકો યોજાઈ હતી. ખાસ કરીને સંસદના સત્ર પહેલા આજે ભાજપના લોકસભાના તથા રાજ્યસભાના સાંસદોની બેઠક મળી હતી. જેમાં કેન્દ્ર તરફથી ગુજરાતને જે લાભ મળી રહ્યા છે, તેની ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળી હતી. જેમાં જુનાગઢ મનપાના મેયર – ડે મેયર તથા અન્ય પદાધિકારીઓની પસંદગી માટે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી તથા નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીના મુદ્દે પણ રણનીતિ ચર્ચાઈ હતી.