રાજકોટ: રાજકોટમાં (Rajkot) એક સરકારી અધિકારીએ (Senior Officer) ચોથા માળેથી ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. રાજકોટમાં ગઈકાલે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની (Director General of Foreign Trade) ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈએ રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. આ મામલે CBIએ છટકું ગોઠવ્યું હતું, જેમાં આ અધિકારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાય ગયા હતા. ત્યાર બાદ જાવરીમલ બિશ્નોઈએ વહેલી સવારે ચોથા માળેથી ઝંપલાવ્યા બાદ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર રાજકોટમાં ગતરોજ ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. ચોથા માળે કૂદકો મારી દેતાં હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. CBIએ ટ્રેપ ગોઠવ્યો હતો જેમાં અધિકારી ફસાઈ જતા આખી રાત અધિકારીની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે.
પરિવારે કહ્યું અમને આ ઘટનામાં ન્ચાય જોઈએ છે
સિનિયર અધિકારીએ ઓફિસની બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપાલવી દેતાં પરિવારમાં આઘાત લાગ્યો હતો. પરિવારજનો માનવા માટે તૈયાર નથી કે જાવરીમલ બિશ્નોઈએ લાંચ લીધી હોય અને તેમણે આપઘાત કર્યો હોય! જાવરીમલ બિશ્નોઈના પરિવાજને જણાવ્યું હતું કે અમને અમારા પરિવારના સભ્ય પાછા આપી દ્યો. આ ઘટનામાં અમારે ન્યાય જોઈએ છે. આ બહું મોટું ષડયંત્ર છે, જાવરીમલ એવા વ્યક્તિ હતા જ નહી, તેઓ બહુ સારા વ્યક્તિ હતા. બે દિવસથી તેને માર મારવામાં આવતો હતો. અમારી વ્યક્તિ લાંચ લેતા જ નહોતા, બહુ જ ઈમાનદાર હતા.
મૃતક જાવરીમલના ભાઈ સંજય બિશ્નોઈએ આક્ષેપ કર્યો હતો કે, આ એક મોટું ષડયંત્ર છે, આવો મારો ગુજરાત અને કેન્દ્ર સરકાર રપર ખુલ્લો આરોપ છે. એક હોનહાર અધિકારીનો જીવ લઈ લીધો. જોઈન્ટ સેક્રેટરી લેવલના અધિકારીના કેસમાં પ્રધાનમંત્રીએ ખુદે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. અહીંના મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરવો જોઈએ, અહીં તો મજાક બનાવીને રાખી દીધું છે. બધા હળીમળીને એક હોનહાર અધિકારીનો જીવ લઈ લીધો. કલમ 302 હેઠળ તપાસ કરે તો CBI અધિકારીઓની પણ તપાસ થઈ જશે. કલમ 302 હેઠળ ગુનો નોંધાઇ તો બધી વાત સામે આવી જશે.
મળતી માહિતી અનુસાર ફરિયાદી દ્વારા ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. આ અંગેના તમામ દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલ ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરાવવામાં આવી હતી, પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી DGFT જાવરીમલ બિશ્નોઈ દ્વારા આ મામલે NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માગવામાં આવી હતી.
આ ઘટનાને લઈને CBIના ત્રણ અધિકારી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાર બાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે જાવરીમલ બિશ્નોઈ લાંચ લેતા ઝડપાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન આજે સવારે 9.45 વાગ્યે જાવરીમલ બિશ્નોઈએ ઓફિસમાંથી કૂદકો માર્યો હતો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. લાંચ કેસમાં તપાસ હેઠળ રહેલા અધિકારીઓના નિવેદન લેવામાં આવશે. પીએમ માટે વીડિયોગ્રાફી અને સ્થાનિક મામલતદારને સાથે રાખીને તપાસ કરાશે.