SURAT

ડભોલીની સ્કૂલના શિક્ષકને જૂના વિદ્યાર્થી અને તેના મિત્રોએ છેતર્યા

સુરત : ડભોલી ખાતે રહેતા અને સ્કુલમાં કન્સલ્ટન્સી મેનેજમેન્ટનું કામ કરતા હરિભાઈના પુત્રના કોલિફોર્નિયામાં કોલેજની ફી કરન્સી ડોલરમાં ટ્રાન્સફર કરવાની હતી. આ કામગીરી તેમણે જુના વિદ્યાર્થી અને તેના મિત્રોએ આપતા તેમણે જ 4.31 લાખની છેતરપિંડી કરતા ચોકબજાર પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • ડભોલીની સ્કુલના શિક્ષક સાથે જ જુના વિદ્યાર્થીની મિત્રો સાથે મળી 4.31 લાખની છેતરપિંડી
  • પુત્રને કેલિફોર્નિયા અભ્યાસ માટે મોકલવા ડોલરમાં કરન્સી ટ્રાન્સફર કરવાના ચક્કરમાં 4.31 લાખની ઠગાઈ
  • પૈસા ટ્રાન્સફર થયાનો વિડીયો પણ મોકલી આપ્યો પણ પુત્રએ ફી હજી જમા નહીં થયાનું કહેતા જાણ થઈ

ડભોલી ચાર રસ્તા પાસે માધવદર્શન સોસાયટીમાં રહેતા 43 વર્ષીય હરીભાઈ કૃષ્ણકાંત પટેલ વેડરોડ ખાતે આવેલી વિવેક વિદ્યાલયમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સીનું કામ કરે છે. તેમણે મીત ભરતભાઈ શીંગાળા, ઉદય અશોક તેજાણી, હર્ષ દશરથ ખુંટ અને રાજુ નરશીભાઈ ગોરસીયાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સાતેક મહિના પહેલા હરિભાઈના દિકરા કાર્તિકને અભ્યાસ માટે કેલિફોર્નિયા મોકલવાનો હતો. ત્યારે તેની કોલેજની ફી ભારતીય નાણાંમાંથી ડોલરમાં કરન્સી ટ્રાન્સફર કરવાની જરૂર હતી. જેથી હરિભાઈએ તેમના જુના વિદ્યાર્થી મીત ભાવેશભાઈ શીંગાળાને વાત કરી હતી. મીતે તેનો મિત્ર કરન્સી ટ્રાન્સફરનું કામ કમિશન પર કરતો હોવાનું જણાવ્યું હતું.

ગત 21 જુલાઈ 2022 ના રોજ મીતે જો કરન્સી ટ્રાન્સફર નહીં થાય તો 12 થી 13 કલાકમાં રકમ પરત કરી આપશે અને ટ્રાન્સફર થાય પછી કમિશન આપવાની વાત કરી હતી. મીતે તેના મિત્ર ઉદય અને તેના ભાગીદાર હર્ષ સાથે મુલાકાત કરાવી હતી. બાદમાં રાત્રે મીતે ફોન કરીને પૈસા ટ્રાન્સફર થઈ ગયાનું અને ફી ભરાઈ ગયાનું કહ્યું હતું. અને કરન્સી ટ્રાન્સફર થયાનો વિડીયો પણ મોકલ્યો હતો. બાદમાં મીત અને તેના મિત્ર મળવા આવ્યા હતા અને કુલ 7.68 લાખ હર્ષના ખાતામાં આપવા કહ્યું હતું. હરિભાઈએ હર્ષના ખાતામાં આ રકમ એરટીજીએસ કરી આપી હતી.

બાદમાં 2 ઓગસ્ટ 2022 ના રોજ હરિભાઈના દિકરા કાર્તિકે કોલેજમાં હજી સુધી ફી ભરાઈ નહીં હોવાનું કહ્યું હતું. હરિભાઈએ આ અંગે મીતને કહેતા ઉદય અને હર્ષે ટેક્નિકલ ખામી હોવાથી આવું થયાનું કહ્યું હતું. બે દિવસ પછી પણ ફી નહીં ભરાતા વિદેશમાં વિકએન્ડ હોવાથી બે દિવસ પછી કરી આપવા કહ્યું હતું. બાદમાં તેમને હરિભાઈને ગમે તેમ જવાબ આપતા હતા. હરિભાઈએ પૈસા પરત માંગતા રોકડા 3.37 લાખ ચુકવી આપ્યા હતા. અને બાકી રહેલા 4.31 લાખ ચુકવ્યા નહોતા. અંતે હરિભાઈએ તેમના જુના વિદ્યાર્થી સહિત ચાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top