વડોદરા : શહેરનાં હાર્દ સમા મનાતા લહેરીપુરા દરવાજા અને મંગળબજાર થી ગાંધીનગર ગૃહ સુધીના વિસ્તારમા આવેલા પાર્કિંગ ના ઇજારા ની હરાજી મામલે ચાલુ વર્ષે પણ એકના એક જુના ઇજારદારોને જ કોન્ટ્રાક્ટ ફાળવાતા પાલિકા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે સંસ્કારી નગરીના નાગરિકોને સ્વપ્ને પણ ખ્યાલ ના આવે તેવા લાખો રૂપિયા ના પાર્કિંગ કૌંભાંડ મા વર્ષોથી એકના એક કોન્ટ્રાકટરોના ટેન્ડર પાસ થતાંજ આખું વર્ષ ઘી કેળા થઈ જાય છે. જેમાં વર્ષો થી મજબૂત પગદંડો જમાવી બેઠેલા મુખ્યત્વે ઠાકોર બંધુઓ, પવાર બંધુઓ,અને પાટીલ બંધુઓનો જ દબદબો જૉવા મળ્યો છે. તે બધાની વચ્ચે થી માથું ઉચકનાર બંટી બંધુઓ તો મંગળ બજારની મધ્ય ભાગ ટોપીવાળા ખાચાં સહીત ના વિશાળ વિસ્તારમા ગેંગસ્ટરો ને સારા કહેવડાવે તેવુ હપ્તા રાજ ચલાવીને યુપી બિહાર વાળી પરિસ્થિતી ઉભી કરી નાખી છે.
વર્ષોથી પાલિકા તંત્ર ને ખુલ્લે આમ ધાકધમકી આપીને બનાવેલી રીંગ મુજબ કોન્ટ્રાક્ટરો જ પાર્કિગની હરાજીનું ટેન્ડર ભરીને પાલિકા પાસે માત્ર પાસ કરાવવાનું જ નાટક રચાય છે. બાકી અંદર ખાને બધી સોગઠાં બાજી ગોઠવાયેલી જ હોય છે કે કોણ કઈ પાર્કિગની જગ્યાનું ટેન્ડર ભરીને કોન્ટ્રાક્ટ લેશે પાર્કિગની હરાજી પ્રક્રિયામાં ભાગ લેતા કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરો તો યુપી બિહાર ના ઠેકેદારોને સુદ્ધાં ધ્રુજાવી દે તેવા કારસા રચીને ખુલ્લેઆમ પોતાને જ કોન્ટ્રાકટ મળવો જોઈએ તેવા દાવા ધમકી ભર્યા સુરે જ કરતા હોવાનુ વેપારી વર્ગમાં થી જ જાણવા મળ્યું હતું.વર્ષોથી લહેરીપુરા દરવાજા પાસે નુ પાર્કિંગ પવાર બંધુઓ ને જ મળે છે.
જ્યારે પદમાવતી શોપિંગ સેન્ટર નું ભોંયરું અને બહારનું પાર્કિંગ તો વિજુ અને જય ઠાકોરના નામે જ મંજૂર થઈ જાય છે.એકંદરે પાર્કિંગ ના નામે કેટલી મલાઈ મળતી હસે કે માલેતુજાર મનાતા બાહુબલી ઇજારદારો ને સીધુ ટકરાવવું પડે છે. ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે અરસામાં પણ કોન્ટ્રાક્ટરોના ટેકેદારો અને તેમનાં જૂથનાં સેકડો લોકોના ટોળાં એકઠા થઇ જતા એક તબક્કે મામલો તંગ થઈ ગયો હતો. જોકે આયોજનબદ્ધ ભાગબટાઈ કૌભાંડ તમામ મીલીભગતો એ ચુપચાપ પર પાડી દીધુ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે પંડ્યા બંધુઓ અને તેના ગેંગસ્ટર જેવા સાગરીતોનો સમગ્ર વિસ્તારમા હપ્તા બાજી અને કરોડોના વ્યાજ વસૂલાતનો પર્દાફાશ અનેક વખત થઈ ચૂક્યો છે.
છતાં પોલીસ તંત્ર હોય કે રાજકારણીઓ, તમામ ગોરખધંધા થી પુરેપુરા વાકેફ હોવા છતાં કોઈ પગલાં ભરતા નથી. વર્ષે કરોડોના હપ્તાબાજીના કાળા નાણાંની આડમાં પંડ્યા બંધુઓ વર્ચસ્વ જમાવવા કોઈ પણ હદે જતા ખચકાતા નથી તેવુ પણ જાણવા મળ્યું હતું. આડકતરી રીતે પોલીસ પાલિકા અને પોલિટિકલ લેવલ ના તમામ નાણાં ભુખ્યાઓની રહેમ નજર હેઠળ જ મંગળ બજાર ખંડણી બજાર બનવા તરત જઈ રહ્યું છે.વેપારીઓને ઊંચા વ્યાજે નાણાં ધીરધાર કરનાર પંડ્યા બંધુઓ વ્યાજ વસૂલવા જે પ્રકારની પઠાણી ઉઘરાણી કરતા હોય છે તેના અનેક કિસ્સા પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.
નવાબજાર મંગળ બજાર ના વિસ્તારમા વેપારીઓ મિલ્કત બાંધકામ કરે કે વેચાણ કરે તેનો નક્કી કર્યા મુજબ નો ટેક્સ ના ચૂકવાય તો એ વેપારી કે ફેરિયાનું જીવવું હરામ થઈ જ ગયું એવુ સમજી જવાનું. મંડળના નામે વાર તહેવારે મનફાવે તેટલા નાણાં વેપારીઓ પાસે થી ઉઘરાવાય છે. જૉ કોઈએ ઊંચો અવાજ કર્યો તો એ સ્થાનીક વિસ્તારમા ધંધો જ ના કરી શકે એટલી ધાક જમાવી બેઠા છે. તો બીજી તરફ અંદર ખાને પાર્કિંગ કૌભાંડ એટલું ચગી રહ્યુ છે કે નજીકના ભવિષ્યમાં મંગળ બજાર મા વધુને વધું વર્ચસ્વ જમાવવા ગેંગ વોર પણ ફાટી નીકળે તેવા ભણકારા વાગી રહ્યા છે.