- મહિલા અને પુરુષ દુકાન ભાડે રાખી પાર્ટનરશીપમાં ચલાવતા હતા
સુરત: પાંડેસરા બમરોલી રોડ પર સિદ્ધિ વિનાયક પ્લેટીનીયમના ત્રીજા માળે દુકાનમાં ચાલતા કુટણખાના પર પોલીસે રેઈડ કરી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી. અને સંચાલકોનેી ધરપકડ કરી ફરિયાદ નોંધી હતી. હવે કૂટણખાના ચલાવનારને સ્પા યોગ્ય ન લાગતા હોવાથી દેહવ્યાપાર માટે કોમર્શિયલ કોમ્પલેક્સમાં દુકાનોને ડેસ્ટિનેશન બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં ચાલતાં આવા જ કૂટણખાના પર રેઈડ કરીને 3 મહિલાનો મુક્ત કરાવાઈ હતી. જ્યારે સંચાલક મહિલા અને પુરૂષને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એલસીબી ઝોન-4 ની ટીમને પાંડેસરા કૈલાશ ચોકડીથી અલથાણ તરફ જતા રોડ પર સિદ્ધિ વિનાયક પ્લેટીનીયમના ત્રીજા માળે દુકાનમાં નિલુબેન નામની એક મહિલા તથા લોહિત યાદવ દુકાનમાં મહિલાઓને બોલાવી દેહવેપાર કરાવી કુટણખાનુ ચલાવતા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક બનાવીને મોકલ્યો હતો. ગ્રાહકે લલનાને પૈસા આપી રૂમમાં લઈ ગયો હતો. અને રૂમમાં જતાની સાથે તેને પોલીસની ટીમને મિસ્ડકોલ કરતા પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 3 મહિલાઓ મળી આવતા મુક્ત કરાઈ હતી.
જ્યારે લોહિત દયારામ યાદવ (ઉ.વ.34, રહે.મંજુભવન એપાર્ટમેન્ટ, અલથાણ કેનાલ રોડ તથા મુળ ફૈઝાબાદ ઉત્તરપ્રદેશ) અને નિલુબેન વિક્રમસિંગ રાજકિશોર સિંહ (ઉ.વ.37, રહે.અશાનગર એપાર્ટમેન્ટ, ઉધના તથા મુળ જોમપુર યુપી) ને પોલીસે પકડી પાડ્યા હતા. બંને આરોપીઓએ પરેશ કનૈયારલાલ શાહ પાસેથી આ દુકાન ભાડે રાખી હતી. અને બંને પાર્ટનરશીપમાં કુટણખાનું ચલાવતા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.